મહુવાની બેલુર શાળામાં પપેટ શો

1108

આજના સમયમાં કઠપુતળી તથા પપેટ શો જેવા અસરકારક શૈક્ષણિક સાધનોથી શિક્ષણ અપાતું ઓછું થતું જોવા મળે છે. તયારે મહુવાની ખ્યાતનામ શાળા બેલુર વિદ્યાલયમાં પપેટ શો યોજાયો. જેમાં વિવિધ વાર્તા તથા બાલગીતનું પપેટ દ્વારા જીવંત નિરૂપણ કરવામાં આવ્યું. બાળકોએ હોંશભેર ભાગ લઈ પોતે ભજવેલ પાત્રમાં સો ટકા સમર્પિત થઈ પાત્રને ન્યાય આપેલ.  આ તકે શાળામાં પપેટ શો દ્વારા શિક્ષણ અપાતો કાર્યક્રમ યોજવા તથા તેને સફળ બનાવવા બદલ શાળાના એમ.ડી. બી.સી. લાડુમોર તથા સેક્રેટરી પી.એમ. નકુમે સ્ટાફ પરિવારનો આભાર વ્યકત કરેલ. તથા આવનાર દિવસોમાં વધુ સારી રીતે અસરકારક શિક્ષણ અપાય એ અંગે માર્ગદર્શન આપી શુભેચ્છા પાઠવેલ.

Previous articleકેફી,માફક પદાર્થો પકડવા ખાસ ડ્રાઈવ યોજવા ડીજીપીનો આદેશ
Next articleટાણા ગામે નવી ૧૦૮ વાન અર્પણ