કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ૭૦ હજાર વીવીપેટ ફાળવ્યા

740
guj11102017-12.jpg

ગુજરાત વિધાનસભાની ૧૮૨ વિધાનસભા બેઠકો પર યોજાનારી ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. ગુજરાતની ચૂંટણીઓમાં ચૂંટણી પંચ દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ સાથે આ વખતે પહેલી વખત વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે ૭૦ હજાર વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ અને વીવીપેટ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આના માટે કુલ ૭૦ હજાર વીવીપેટ અગિયાર રાજ્યો અને બે જાહેર ક્ષેત્રના યુનિટ્‌સમાં બેંગાલુરુ ખાતેના ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને હૈદરાબાદના ઈલેક્ટ્રોનિક્સ કોઓપરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ પાસેથી પ્રાપ્ત કરવામાં આવશે.
વિધાનસભાની ચૂંટણી માટે ઈવીએમ અને વીવીપેટને પ્રાપ્ત કરવાની લોજિસ્ટિક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં ૨૦૦૬ પહેલા બનાવવામાં આવેલા ઈવીએમનો ઉપયોગ થવાનો નથી. ચૂંટણી પંચે જૂના મશીનને હટાવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતની ચૂંટણીમાં પહેલી વખત ઈસીઆઈએલ દ્વારા બનાવવામાં આવેલા મશીનનો ઉપયોગ થશે.
ગુજરાતની તમામ ૧૮૨ બેઠકો પર વીવીપેટનો ઉપયોગ થવાનો છે. તમામ વિધાનસભા બેઠકોના મતદાનમાં વીવીપેટનો ઉપયોગ કરનારું ગુજરાત બીજું રાજ્ય બનશે. ૨૦૧૪માં એકમાત્ર ગાંધીનગર વિધાનસભા બેઠક પર વીવીપેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેના સંદર્ભે કોઈ ફરિયાદ કે ખરાબી સર્જાયાના કોઈ અહેવાલ ન હતા.
આગામી વિધાનસભા ચૂંટણીમાં ૪૮ હજાર પોલિંગ બૂથો પર ગુજરાતના ચાર કરોડ ૨૭ લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. ગુજરાત પાસે હાલ ૧૫ હજાર ૭૭૪ કંટ્રોલ યુનિટ્‌સ અને ૧૫૭૭ બેલેટ યુનિટ્‌સ ઉપલબ્ધ છે. કંટ્રોલ  અને બેલેટ યુનિટ્‌સ ઈવીએમના મહત્વપૂર્ણ ભાગ છે.
ગુજરાતની ચૂંટણી માટે ૭૦ હજાર વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી ૪૬ હજાર વીવીપેટ ડિવાઈસિસ બિલકુલ નવા હશે અને તેને સીધા બીઈએલ અને ઈસીઆઈએલ પાસેથી લાવવામાં આવશે. કેટલાક રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પરિણામો બાદ ઈવીએમમાં ગરબડ થઈ હોવાથી કોઈ એક પક્ષમાં જ મત પડતા હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. ત્યારે વીવીપેટને કારણે જે તે ઉમેદવારે પોતાના પસંદગીના જ ઉમેદવારને મત આપ્યો છે તેની ખરાઈ થઈ શકશે.

Previous articleગૌરવ યાત્રા : આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુજરાતમાં
Next articleચૂંટણી ગિફ્ટ : ગુજરાત સરકાર દ્વારા રાહતોની લ્હાણી