હેન્ડમેઈડ, ચાંદીની રાખડીનો ટ્રેન્ડ સસ્તામાં સસ્તી રાખડી રૂ. ૨૦ની

2062

રક્ષાબંધનના તહેવારની આડે હવે ૧પ દિવસ જેટલો સમયગાળો રહ્યો છે. ત્યારે રાખડીની અવનવી ડિઝાઇન બજારમાં દેખાઇ રહી છે. બદલાતી ફેશનમાં હવે રેશમના ગોટા કે ફૂમતાની રાખડી ભુલાઇ છે. તેના સ્થાને મોતી, રુદ્રાક્ષ, માણેક, જડતર, ડાયમન્ડ, વુડન અને સિલ્વર રાખડીઓની બોલબાલા વધી છે.

એક સમયે રૂ.રથી પમાં મળતી રાખડીની શરૂઆત રૂ.ર૦થી ર૦૦૦ સુધીની છે. હેન્ડમેઇડ રાખડીની આજે પણ બોલબાલા છે. હેન્ડમેડ રાખડીઓમાં સોપારી, રેશમનાં મોતી અને શાટિને રિબિનથી બનાવેલી રાખડીઓ વેચાણ થઇ રહી છે. હવે માત્ર રાખડી જ ખરીદવાનો ક્રેઝ રહ્યો નથી. રાખડીની સાથે કંકુ ચોખાથી સજાવેલી ડેકોરેટિવ નાની થાળી, મીઠાઇ અને લુમ્બા રાખડીનો પણ એટલો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે.

એક્રેલિક, રિબન્સ, ફલાવર્સ, મેટલ્સ, ચેઇન વિગરે મટીરિયલમાંથી બનતી રાખડીઓ પણ વેચાઇ રહી છે. બાળકો માટેની રાખડીઓ પણ બજારમાં ધૂમ મચાવી રહી છે. ચાઇનીઝ રાખડીઓ જેનાં નાનાં નાનાં કાર્ટૂન કરેકટર હોય છે અથવા નાનાં રમકડાંઓવાળી બાળકો માટેની રાખડી લેટેસ્ટ ફેશન ગણાય છે.

ઓનલાઇન રાખડી શોપિંગના ભાવ બજાર કરતા બમણાં છે ઓનલાઇન રાખડી ખરીદવી હોય તો શરૂઆત રૂ.૯૯થી થશે. જ્યારે બજારમાં તેની કિંમત રૂ.ર૦થી શરૂ થશે. અત્યારે ફેશન જ્વેલરીમાં સિલ્વરનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેના કારણે ચાંદીની રાખડી અત્યારે રૂ.પ૦૦થી રૂ.ર૦૦૦ સુધીમાં વેચાય છે.

Previous articleફિલ્મ ચાલબાજની રીમેકમાં કામ કરવા આલિયા સહમત
Next articleનંદકુંવરબા મહિલા કોલેજમાં રાજુભાઈ અંધારીયાનું વ્યાખ્યાન