અલ્ટ્રાટેક ગુજરાત સિમેન્ટ, તથા નર્મદા સિમેન્ટ દ્વારા વિશ્વ સિંહ દિવસ પર જૈવવિવિધતા સંરક્ષણના માટે પ્રકૃત્તિ આયોજનનું શુભારંભ કરવામાં આવ્યું.
આ યોજનાનું શુભારંભ સી.ઓ. એન્ડ ઈ.પી. ગોપિકા તિવારી દ્વારા કરવામાં આવ્યું. આ અવસર પર મુખ્યથી પ્લાન્ટના વરિષ્ઠ પદાધિકારી યોગેશ કુમાર ભટ્ટ, વિવેક ખોસલા સદાનંદજીસિંહ ભરત પટેલ પણ ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમમાં નજીકના ગામ કોવાયા, ભાકોદર, વરાહસ્વરૂપ, વાંઢ, બાબરકોટ, લોઠપુર, વગેરે ગામના સ્કુલમાંથી વિદ્યાર્થીઓ, શિક્ષકો, તથા આચાર્યની ઉપસ્થિતીમાં સ્કુલના બાળકો, તથા વિષયલક્ષી મનોરંજન અને આકર્ષક પ્રવૃત્તિઓ કરવામાં આવી. કાર્યક્રમમાં વિશ્વ સિંહ દિવસના અવસર પર સિંહનું આપણી પ્રકૃતિ પર અને આપણા જીવન પર સિંહનું શુ પ્રભાવ પડે એ વિષય પર વિદ્યાર્થીએ સિંહનું માસ્ક પહેરીને બહુ સુંદર રીતે પ્રસ્તુત કર્યુ.
મુખ્ય અતિથિ ગોપિકા તિવારીએ જૈવવિવિધતા ઉપર આધારિત ‘પ્રકૃતિ’ પરિયોજનાની સફળતા જનભાગીદારીથી શુનિશ્ચિત બતાવવામાં આવી. આગળ તેમણે પાંચ તત્વ પર આધારિત આપણી ધરતીને બચાવવાની જવાબદારી આપણી બદાની છે. વિશેષ કરીેન કાર્યક્ષેત્રને ગામના જળ, સમુદ્રતટીય, જંગલ, જમીન, જાનવર તથા લોકોની વચ્ચે સંતુલન એજ આપણું અસ્તિત્વ બચાવીને રાખશે.