ધંધુકા નગર મધ્યે બગીચાનું નિર્માણ કરનાર અબ્દુલભાઈ લાટીવાલાનો મુખ્ય આશયનગરના બાળકો, સિનિયર સિટિઝનો બગીચામાં ફરી શકે બાળકો રમી કુદી શકે અને પ્રફુલ્લિત થઈ શકે પરંતુ છેલ્લા દસ વર્ષથી આ બગીચો બિલકુલ બિસ્માર હાલતમાં ભાસી રહ્યો છે. જાણે કે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ લાગે છે.
આ બગીચાના નિર્માતા અબ્દુલભાઈ લાતીવાલા એક મુસ્લિમ બિરાદર છતાં તેમણે ધંધુકાની ભૂમિ પર ‘સંત પુનિત મહારાજ’થઈ ગયેલ તેમના નામ પર થી જ બગીચાનું નામકરણ કરી ઉચ્ચકોટિના માનવીની તેમણે ઓળખ છોડી જે ખરેખર પ્રશંસનિય બાબત કહેવાય ધંધુકા નગરપાલિકાની રચના ઈ.સ.૧૯૯૪માં થઈ ત્યારથી લઈ વર્તમાન સમય સુધી ભાજપનું જ શાસન રહેલુ છે. છેલ્લા દસ વર્ષથી તો બગીચાની કફોડી હાલત છે. બાળકોને રમવાના તમામ સાધનો તુટી ગયેલા છે. બાળકો રમે તો ક્યા રમે ? શું પાલિકા શાસક પક્ષને ‘સંત પુનિત મહારાજ’ના નામથી ઓળખાતો બગીચો ધ્યાન મા ન આવતો હોય બગીચાના મેઈન ગેટ પર કચરાના ઢગ ખડકાયેલા નજરે પડે છે. અંદરના ભાગે પણ જ્યાં જુઓ ત્યાં ગંદકી જ નજરે પડે છે. પાલિકાની બિસમાર કચરા પેટીઓ તો જાણે બગીચો જ સાચવી રહ્યો છે ત્યારે શાસક પક્ષની વાહ કરવી જ ઘટે ને તોે બીજી બાજુ જોતા એમ પણ દેખાઈ રહ્યુ છે કે શાસકપક્ષ ‘સંત પૂનિત મહારાજ’ના નામ થી જ અંજાન છે.
બગીચાના અંદર ઉપરના ભાગે આવેલ ફુવારા બંધ હાલતમાં છે. બગીચાની મહેદીનું યોગ્ય કટિંગ કરવામાં આવતુ નથી બગીચાની ઉતર દિશામાં બનાવેલ શૌચાલય તુટેલ ફુટેલ હાલતે તો ખાળકુવા ખુલ્લો ઉંડો છે. જ્યાં કોઈ બાળકો રમતાં રમતા પડી જાય તો મૃતપા જ બને તેવી સ્થિતી છે. ત્યારે પાલિકા તંત્ર તમામ અગવડતાઓને દુર કરવા ક્યારે સફાળું જાગશે તે એક પ્રસ્ન ઉઠ્યો છે.