બોટાદ જીલ્લાના સી.એસ.સી. મેનેજર વિપુલભાઈ દેશાણી દ્વારા સરકારી યોજનાઓની માહીતી છેવાડાના માનવી સુધી પહોચે અને લોકો તેનો ભરપુર ઉપયોગ કરે તે હેતુથી રાણપુર તાલુકાના અનેક ગામડાઓમાં તેવો સતત માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે આજે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના અલઉ ગામે કોમન સર્વિસ સેન્ટર ધરાવતા ચંદુભાઈ સોલંકી દ્વારા અલઉ ગામે ગ્રામ્ય રોકાણ અને બચત જાગૃતિ સેમિનારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા મહિલાઓને નાણા બચત માટેની યોજનાઓ સાથે વિવિધ સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમમાં બોટાદ જીલ્લાના સી.એસ.સી.મેનેજર વિપુલભાઈ દેશાણી દ્વારા હાજર તમામ મહિલાઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.