હાર્દિકના લીધે ઉતાવળે જાહેરાત કરવામાં ભાજપે કાચુ કાપ્યુ : ખરેખર કેટલા સવર્ણોને લાભ મળશે ?
ગુજરાતમાં ભાજપના નેતાઓની ઊંઘ હરામ કરી દેનારા હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનનો પલિતો પાછો ચાંપ્યો એ સાથે જ ભાજપ પણ પાછો જાગ્યો છે. ભાજપે પાટીદારો સહિતના સવર્ણોને પટાવવા માટે બિન અનામત વર્ગ આયોગ નામે તૂત ઊભું કર્યું છે. આ આયોગે શુક્રવારે પાટીદારો સહિતના સવર્ણોનાં છોકરાં-છોકરીઓને શિક્ષણમાં સહાય આપવાની ઢગલો યોજનાઓની જાહેરાત કરી નાંખી. આ જાહેરાતો પ્રમાણે અનામતનો લાભ ના મફ્રતો હોય તેવી જ્ઞાતિઓનાં વિદ્યાર્થીઓને ભણવા માટે સસ્તા વ્યાજની લોનથી માંડીને ભોજન માટેની સહાય બિન અનામત આયોગ મળશે. એ સિવાય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સહાયથી માંડીને સ્વરોજગાર માટે આર્થિક મદદ સુધીની જાહેરાત પણ કરી દેવાઈ. વિદેશમાં અભ્યાસ માટે જતા સવર્ણ વિદ્યાર્થીઓને ૧૫ લાખ રૂપિયા સુધીની લોન આપવાનું એલાન પણ કરી દેવાયું. જો કે આ બધી સહાયની જાહેરાતની સાથે મોચી શરતનું લટકણિયું પણ મૂકી દેવાય. શરત એ છે કે, પરિવારની આવક ત્રણ લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ.
ગુજરાતમાં વિજય રૂપાણી મુખ્યમંત્રી છે પણ એ નહીં બોલ્યામાં નવ ગુણ સમજીને ચૂપ જ રહે છે. તેના બદલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને જ બધી માથાપચ્ચીસી માટે આગળ કરી દેવાય છે. આ જાહેરાતો કરવા પણ નીતિન પટેલને આગળ કરી દેવાયા. નીતિન પટેલ બોલવામાં કોઈને પહોંચવા દે એવા નથી ને બ્રેક લીધા વિના બોલવામાં તેમની મહારત છે. આ મહારતનું પ્રદર્શન કરીને તેમણે આ જાહેરાતો કરતી વખતે એવું ચિત્ર ઊભું કરી દીધું કે જાણે હવે ગુજરાતમાં અનામતનો લાભ નથી મફ્રતો તેવા સવર્ણોમાં આર્થિક રીતે પછાત વર્ગનાં વિદ્યાર્થીઓએ ભણવા માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કોઈની સામે હાથ લંબાવવાની જરૂર નથી. નીતિન પટેલે ગુજરાતના સવર્ણો માટે હવે અચ્છે દિન આવી ગયા છે એવું ફૂલગુલાબી ચિત્ર રજૂ કરી દીધું.
રિઝર્વ બેંક ગમે તે કહે પણ મીનીમમ બેલેન્સના નામે બેંકો આજે પણ ગ્રાહકના ખિસ્સા ખંખેરે છે અને દાદાગીરી કરે છે
બેંક તમામ લોકોની સુવિધા અને સરળતા માટે છે ગામડાઓમાં પણ બેંકોની શાખાઓ કામ કરી રહી છે. સરકાર અને બેંકોએ જેમ-જેમ વિદેશોની નકલ કરવાનું શરુ કર્યું તેમ તેમ ગરીબ ભારતમાં બેંકોની સેવાઓ મોંઘી થઈ તાજેતરમાં એક સમાચાર છપાયા કે ઓછામાં ઓછુ બેલેન્સ ન રાખવા બદલ બેંકોએ ખાતાધારકોથી છેલ્લા ચાર વર્ષમાં ૧૧ હજાર કરોડથી વધુ રકમની વસૂલાત કરી જે દડ રૂપે હતી. એકલી સ્ટેટ બેંકે જ પાંચ હજાર કરોડ વસૂલ્યા આવી રીતે અગાઉ આવુ ન હતુ પણ વિદેશોની નકલ કરી ખાતામાં ાટલી રકમ હોવી જોઈએ અને જે ખાતેદાર એટલી રકમ પોતાના ખાતામાં ન રાખે તો તેનાથી દંડ વસૂલ કરે. પોતાની બેંકોમાં તો ઓછામાં ઓછા ૧૦ હજાર રૂપિયા રાખવા જરૂરી છે તેનાથી ઓછા થઈ જાય તો બેંક દંડ લગાવે છે.
ભારત અને ઈન્ડિયામાં બહુ અંતર છે. ભારતની ૭૦ ટકા વસ્તી પાંચ લાખ ગામોમાં રહે છે ફક્ત ૩૦ ટકા વસ્તી જ શહેરોમાં સમાઈ ગઈ છે. ભારત કોઈ અમેરિકા-કેનેડા કે રશિયા-જર્મનીની જેમ ધનવાન દેશ નથી. ભારતમાં લાખો લોકો એવા પણ છે કે જેમનું કોઈ બેંકમાં ખાતુ નથી. વડાપ્રધાન મોદીએ જનધન યોજના દ્વારા કરોડો એવા લોકોને લાભ આપ્યો. જો કે જનધનમાં ઓછામાં ઓછુ બેલેન્સ જરૂરી નથી. એટલા માટે આવા ખાતા પર કોઈ દંડ નથી લાગતો. પણ સરકારી બેંકોમાં ઓછામાં ઓછા બેલેન્સનો જે નિયમ છે તેમાં ફેરફાર કરવાની બદલાવની જરૂરત છે. આ બેંકોએ ૧૧ હજાર કરોડની રકમ હોઈ પણ બેંક સેવા આપ્યા વગર વસૂલ કરી લીધા. તેમનો વાંક એટલો જ કે તેમના ખાતામાં જરૂરી રકમ ન હતી. વધતી મોંઘવારી ઓછા પગારો અને તમામ સરકારી યોજનાઓ માટે બેંક ખાતા જરૂરી હોવાથી લોકો ન ઈચ્છે તો પણ બેંકોમાં ખાતા ખોલાવવા પડે છે.
વીસ વર્ષના વિકાસ પછી પણ સવર્ણોમાં ૩ લાખ વાર્ષિક આવક
છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપની સરકાર વિકાસની વાતો કરતી આવી છે. કૃષિનો વિકાસ, રાજયનો ખેડૂત પૈસાદાર થવા લાગ્યો છે અને ર૦ર૦ સુધી તો તેમની આવકો બમણી પણ કરી અપાશે, ખેડૂતો આજે ચાર ચક્રિય વાહનોમાં ફરતા થયા છે આમ ગુલાબી વિકાસ પછી, સવર્ણ કોમ આમ જોઈએ તો સમાજમાં કંઈક રૂપિયા પૈસા -જમીન, જાયદાદથી સુખી ગણાતી હોય છે. તેમને લાભ આપવાની વાત આવે ત્યારે ખુદ સરકાર ૩ લાખ વાર્ષિક આવકની મર્યાદા રાખે છે. તેથી પ૮ જેટલી જ્ઞાતિઓમાં પણ આજે પણ ર૦ વર્ષના વિકાસ પછી પણ એવા લોકો છે જેમને સરકાર લાભ આપવા માંગે છે. આ લગભગ મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગની વાત થઈ ગણાય તો પછી ગરીબોની રાજયમાં શું હાલત હશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ બની જાય. કેમ કે તેઓ તો અતિ પછાત આર્થીક વ્યવસ્થા વાળા ગણી શકાય અને આટલા વર્ષ પણ વધુ લોકો ૩ લાખની વાર્ષિક આવક નીચે હોય તો રાજયના વિકાસ અંગે પણ નવેસરથી વ્યાખ્યા કરવાનો વારે જરૂરથી આવે અને તો પછી વિકાસ કોનો ? તે પણ એક મહત્વની બાબત ગણાય અહીં નોકરીયાત વર્ગની વાત પણ ન કરી શકાય. સાતમા પગાર પંચ પ્રમાણે કલાસ -૪, પટાવાળાનો પગાર પણ વાર્ષિક ૩ લાખ થી વધે તેથી તેને લાભ મળવાની શકયતા જ નથી વળી સરકારના બેવડા ધોરણો ત્યાં પણ ખુલ્લા પડે છે કે એન.આઈ.જી. કક્ષાના હાઉસીંગ માટે મીનીમમ ૬ લાખ રૂપિયાથી વધુ આવક હોય તેને સરકાર લાભ આપે છે. તો પછી લાભ આપવા માટેના ધોરણો માત્ર ૩ લાખ!!!
માણસ પછી તે નેતા હોય કે અધિકારી મગફળી કાંડ બાદ કહી શકાય કે માનવતા નેવે
ખેડૂતને જગતનો તાત ગણતા અને મૂળભૂત ઉત્પાદન એ કરતો ગણાય પરંતુ રાજકારણ પણ તેની સાથે સૌથી વધુ રમાતું આવ્યું છે. મજૂરી કરી પરસેવો પાડી અનાજ પેદા કરી જગતને જીવાડતો ખેડૂત આજે લાચાર-બાપડો બની બે ટંક પુરા કવા વલખા મારે છે. તે સમાજની પ્રગતિ કયાંથી..
વળી તેના નામે હમણાં ખુલેલું મગફળીમાં માટી-ઢેફા કાંડે સાબિત કરી બતાવ્યું છે કે હવે જગતમાં જગતના તા માટે રહી સહી ભાવના પણ કહેવાતા રાજકારણીઓ, પદાધિકારીઓ કે અધિકારીઓ ખોઈ બેઠા છે અને માનવતાને છેક કોરાણે મુકી દેવામાં આવી છે. આવા લોકોનો એક વર્ગ ઉભો થયો છે કે જે ફકત પૈસા જ શોધે છે તે પછી ગમે તેવા રસ્તે આવે અને તેથી જ કલયુગથી પણ વધુ ભયંકર કાળ હવે જાણે માનવતા માટે શરૂ થયો છે. જેમાં માણસે ફકત પોતાની જાતને જ છેતરવાની બાકાત રાખી છે બાકી તમામને છેતરીને પૈસા ભેગા કરવા એકમાત્ર કામ બન્યું છે. ભણતરનો સીધો અર્થ બીજાના ખીસ્સામાંથી મારા ખીસ્સામાં પૈસા કેવી રીતે આવે તે જ રહ્યો છે…