પંચમહાલ જિલ્લામાં શનિવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક પરિવારના સાત સભ્યોના મોત નીપજ્યા છે. મોડી રાત્રે બનેલા આ બનાની જામ થતાં સ્થાનિક લોકો સ્થળ ઉપર પહોંચી ગયા હતા. સાથે સાથે પોલીસ, ફાયર બ્રિગેડ અને ૧૦૮ એમ્બ્યુલન્સની પણ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ બચાવની કાર્યવાહી હાથધરાઈ હતી. ઘટનાના પગલે બે લોકોની હાલ ગંભીર છે જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા-શિવરાજપુર રોડ ઉપર શનિવારે મોડી રાત્રે એક કાર ખાડા ખાબકી હતી. જેના પગલે કારમાં સવાર એકજ પરિવારના સાત લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માતના પગલે બે લોકોની હાલત ગંભીર હોવાથી તેમને નજીકની હોસ્પિલટમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચીને તાબડતોબ બચાવ કામગીરી હાથધરી હતી.
બચાવદળે સાત મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જ્યારે કાર ચાલક અને એક બાળકીની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે મોકલી આપી હતી. તમામ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકવામાં આવ્યા હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે બોડેલીનો ખત્રી પરિવાર પોતાના સંબંધીને હાલોલ ખાતે મળવા ગયો હતો. શનિવારે રાત્રે ત્યાંથી ફરત ફરતી વખતે કાર જાંબુઘોડા-શઇવરાજપુર રોડ પરથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે કારનું ટાયર ફાટતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જેના પગલે કાર રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હતી.
ખાડામાં પાણી ભરેલું હોવાના કારણે કારમાં સવાર સાત નાના-નાના બાળકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારના રોડની બાજુમાં ખાડી મોટા મોટા ખાડા હોવાના કારણે અકસમાતનો ભય રહેલો છે.
બોડેલીના ખત્રી પરિવારના સાત બાળકોના મોતને પગલે મુસ્લિમ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.