આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા સમગ્ર ભારતમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવાલય મંદિરોમાં કાર્યકર્તાઓ દ્વારા કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં જ્ઞાનવાપી મસ્જિદ હટાવો તેમજ શ્રૃંગાર ગોરીના દર્શનની હિન્દુઓને દર્શનની અનુમતિ આપો. કાશી વિશ્વનાથમાં પ્રાચીન મંદિરો તોડવાનું બંધ કરો તેમજ પાલીતાણા શેત્રુંજય પર્વત પર આવેલ પ્રાચીન શ્રી નિલકંઠ મહાદેવ મંદિરના દર્શનની પાબંધી હટાવોની માંગ સાથે પાલીતાણામાં સ્થાનિક ટીમ દ્વારા જુદા જુદા શિવાલય મંદિરોમાં જળાભિષેકનો કાર્યક્રમનો યોજાયો હતો. જેમાં શ્રી નિલકંઠ મહાદેવ મંદિર, પ્રગટેશ્વર મંદિર, ભીડભંજન મહાદેવ, નાગનાથ મંદિર, ભૂતેશ્વર, વિરપુર તેમજ હાડકેશ્વર મહાદેવના શિવાલયમાં સૌ કાર્યકર્તાઓ દ્વારા જળાભિષેક કરવામાં આવેલ. જ્યારે હિન્દુના મંદિરોમાં ધાર્મિક શ્રધ્ધાળુઓને દર્શન બાબતેના ઘણા પ્રશ્નો બાબતે કાર્યકર્તાઓ દ્વારા સૂચનો મળેલ અને આ બાબતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા આવા મંદિરોની રૂબરૂ મુલાકાત કરશે અને હિન્દુઓના પવિત્ર તહેવારોમાં કોઈપણ શ્રધ્ધાળુઓને તકલીફો પડે તે માટે સંચાલકો અને તંત્રને રજૂઆત કરવામાં આવશે.
આ કાર્યક્રમ પ્રમુખ કાર્યકર્તાઓ સાથે શિવભક્તો જોડાયા હતા.