સેકટર-૧૧ માં દબાણનો હથોડો ગેરકાયદેસર કરેલા દબાણો પણ વિંઝાયો પરંતુ કહેવાતા વગદાદ થ્રી સ્ટાર હોટલના ગેરકાયદેસર બાંધકામોને નજરઅંદાજ કરતાં ચર્ચાનો વિષય બન્યો છે.
તેણે કરેલા ગેરકાયદેસર બાંધકામમાંથી ફકત રીલીંગને કાઢીને દબાણ ખાતાએ સંતોષ માન્યો હતો. જયારે ગેરકાયદેસર દરવાજા અને છેક રોડના ડામર સુધી કરેલા ઓટલાને દબાણખાતાની રહેમનજર હેઠળ તોડવામાં નહીં આવતાં હાજર લોકોએ રીતસર ચર્ચા જગાવી હતી કે કોઈ ભાજપના મોટા નેતાની શરમને લીધે દબાણખાતુ આ તોડી શકયુ નથી. બાકી નરી આંખે દેખાતું દબાણ દુર નહી કરતાં લોકોને દબાણનીતિ સામે જ અનેક પ્રશ્નાર્થો ઉઠયા છે.
હોટલ હવેલીની બાજુનું બિલ્ડિંગ કે જેમાં ગેરકાયદેસર બાંધકામ તો છે જ પરંતુ આખેઆખુ બિલ્ડીંગ હેતુફેર હોવાથી તેને તોડાશે કે કેમ ? એકવાર તોડવા માટે આવેલા સ્ટાફને કામ અધુરુ છોડી પાછા બોલાવી લેવામાં આવ્યા હતા. જો કે તે પણ હવેલી હોટલના માલિકોએ બાંધેલું હોવાનું અને ભાજપના કોઈ મોટા નેતાની ભાગીદારી હોવાનું આમ લોકોની જીભ પર ચર્ચાતું હતું.