જાફરાબાદ તા.પં. કારોબારી સમિતિના ચેરમેન પદે પાંચાભાઈની વરણી

780

જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે કારોબારી ચેરમેન બાબતે તાલુકા પ્રમુખ રખમાઈબેન કવાડના અધ્યક્ષ સ્થાને અગત્યની બેઠક મળી જેમાં સર્વાનુમતે પાંચાભાઈની વરણી ટીડીઓ વાઢેરની ઉપસ્થીતિમાં કરવામાં આવેલ. જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા કારોબારી ચેરમેન બાબતે તાલુકા પ્રમુખ રખમાઈબેન ભીમભાઈ કવાડની અધ્યક્ષણામાં કારોબારી બેઠક યોજાઈ. જેમાં નવનિયુકત કારોબારી ચેરમેન પદે પાંચાભાઈ ભીખાભાઈ ડાભી (કેરાળા)ની સર્વાનુમતે વરણી કરાઈ તાલુકા વિકાસ અધિકારી કે.પી. વાઢેર તેમજ કારોબારી સભ્યો શાંતુબેન ઉકાભાઈ સોલંકી, મીનાબેન ચંદુભાઈ કારોબારી સભ્યોમાં બાધુબેન મનુભાઈ લોઠપુર સહિત ઉપસ્થિત રહેલ.

Previous articleવિવેકાનંદ શૈક્ષણિક સંકુલ બોટાદમાં તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ યોજાયો
Next articleગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ