વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ આયોજિત ૧૮ મો સમૂહ લગ્ન સમારોહ- પાલીતાણા (લુવારવાવ)માં સાંસદ ડો.ભારતીબેન શિયાળ, તળાજા માર્કેટિંગ યાર્ડના ડાયરેકટર ડો.ધીરુભાઈ શિયાળ, માટીકામ કલાકારી બોર્ડના ચેરમેન દલસુખભાઈ પ્રજાપતિ, સમૂહ લગ્ન કમિટીના પ્રમુખ શંભુભાઈ વાઢૈયા, ભગવાનભાઈ ઘોઘારી, કિશોરભાઈ સરવૈયા, બાવચંદભાઇ સરવૈયા, ગીરધરભાઇ ધંધુકિયા, ચુનીભાઈ કાતરીયા, ધર્મેશભાઈ ડુમરાળીયા, કરમશીભાઈ માલણકિયા સહીત સંતો મહતો આગેવાનોની હાજરીમાં યોજાયો. સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા ૧૮ માં સમૂહ લગ્નના નવયુગલોને આશીર્વાદ આપતા સતાધાર પ.પુ.શામળાબાપા અને દાદરગીરના નાથાબાપા (પ્રજાપતિ)ના પ્રસંગોને યાદ કર્યા હતા.