શહેરમાં આજે સાંજે ત્રિરંગા યાત્રા અને યાદ કરો કુરબાની કાર્યક્રમ

1093

૭૨માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ તા.૧૪/૮/૧૮ના રોજ તમામ મહાનગરપાલિકાઓ અને જિલ્લાના મુખ્ય મથકે ત્રિરંગા યાત્રા અને યાદ કરો કુરબાની કાર્યક્રમનું આયોજન સુચારુ અને સફળતા પૂર્વક પાર પડે તે માટે જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલે કામગીરી માટે યાત્રા સમિતિ, સહયાત્રા સમિતિ, સાંસ્કૃતિક સમિતિ, પ્રચાર પ્રસાર સમિતિ, સલામતિ/ આરોગ્ય/ઇમરજન્સી મેડીકલ સારવાર સમિતિ, વાહન વ્યવસ્થા પાર્કિગ ટ્રાફિક નિયંત્રણ સમિતિઓની રચના કરીને ૨૨  જેટલા અધિકારીઓને કામગીરી સોપવામાં આવેલ છે. જે અંતર્ગત કલેકટર કચેરીના આયોજન હોલમાં કલેકટર હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સમિતિઓ દ્વારા થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને જણાવ્યું હતું કે, તા.૧૪/૮/૧૮ના રોજ ત્રિરંગા યાત્રાનો પ્રસ્તાન સાંજે ૫.૩૦ કલાકે મેયરશ્રીના હસ્તે જવાહર મેદાન ભાવનગર ખાતેથી રબ્બર ફેકટરી, માધવદર્શન, મોતીબાગ, ઘોઘાગેટ, હલુરીયા, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, સરદારનગર, સંસ્કાર મંડળ, વાઘાવાડી રોડ, પરીમલ ચોક, રીલાઇન્સ ગેટથી અંદર જવાહર મેદાન ખાતે મસાલ પ્રજલિત કરીને સંકલ્પ પત્ર દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવશે. પોલીસ એસ્કોટીંગ સાથે સાંજે ૫.૩૦ વાગે શરૂ કરીને ત્રિરંગા યાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરશે. અને સાંજે ૬.૩૦ કલાકે પૂર્ણ કરવા સમિતિમાં નિમણુંક પામેલા અધિકારીઓ/કર્મચારીને સુચના આપી હતી. અને અરસ પરસ સંકલનમાં રહીને કામગીરી કરવા જણાવ્યું હતું.

Previous articleફાતિમા કોન્વેન્ટ પ્રા.શાળા દ્વારા વન-ડે સ્ટડી કેમ્પ યોજાયો
Next articleચોરીના સાત વાહન સાથે બે શખ્સો ઝડપાયા