મગફળીના ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસના ધરણા

1478

રાજયના કેન્દ્ર સરકારે ટેકાના ભાવે ખરીદી કરેલ કૃષિ જણસ મગફળીની ખરીદી બાદ બોરીઓમાં માટી ભેળવી રૂા. ૪ હજાર કરોડનું કૌભાંડ આચરવામાં આવેલ. જે  સંદર્ભે  ભાવનગર શહેર – જિલ્લા કોંગ્રેસ તથા જિલ્લાભરના ખેડૂતો દ્વારા પ્રતિકધરણા યોજી જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ રાજેશ જોષી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેશ જોષી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણ રાઠોડ તથા જિલ્લાભરના ખેડૂતો દ્વારા એક દિવસીય પ્રતિ ધરણા યોજવામાં આવ્યા હતાં. કોંગ્રેસ તથા ખેડૂતો એવા પ્રકારે માંગ કરી રહ્યા છે. કે કેન્દ્ર સરકારે રાજયના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી ગોડાઉનોમાં સ્ટોર કરી હતી. આ મગફળીની બોરીઓમાં વહીવટી તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ કથીત રાજકીય અગ્રણીઓના ઈશારે મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે. આ બોરીઓમાં ૩પ કિલો મગફળીના જથ્થામાં ર૦ કિલો માટી, ઢેફા, કાંકરા ભેળવી દેવામાં આવ્યા છે. આ ઘટનાઓમાં ભાજપના નેતાઓની સિધ્ધી સંડોવણી ખુલવા પામી છે. ત્યારે સમગ્ર મુદ્દે તટસ્થ તપાસ અને જે વ્યકિતના ઈશરો કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેને ખુલ્લા પાડી કાયદેસરના પગલા લેવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે. આ કાર્યક્રમમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોષી ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, કનુભાઈ બારૈયા, દિલીપસિંહ ગોહિલ, સંજયસિંહ સરવૈયા, સંજયસિંહ ગોહિલ (માલપર) મનહરસિંહ ગોહિલ (લાલભા) મેહુરભાઈ લવતુકા, ઈસ્‌ઈમાલભાઈ મહેતર, મિલનભાઈ કુવાડિયા, જયદિપસિંહ ગોહિલ, રાજકુમાર મોરી સહિત જિ.પં. સદસ્યો કોર્પોરેટરો કાર્યકરો ખેડુતો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

ક્રૃષિમંત્રીને ખોટુ લાગ્યુ હોય તો હું દિલગીરી વ્યક્ત કરુ છું : ધાનાણી
કૃષિમંત્રી આર. સી. ફળદુની મગફળી કૌભાંડ મામલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પરેશ ધાનાણીએ કૃષિમંત્રી પર કરેલા આક્ષેપોને લઇને આરસી ફળદુ આકરા પાણીએ જણાયા હતા. તેમને કહ્યું કે, મગફળી કૌભાંડને લઈને પરેશ ધાનાણીએ મારી વ્યક્તિગત આબરૂ પર હાથ નાખ્યો છે. જો ધાનાણીએ લગાવેલા આરોપો સાબિત કરે નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું આ મુદ્દે પરેશ ધાનાણીએ નમતું જોખ્યું હોય તેમ તેમણી માફી માંગી હતી.કૃષિ મંત્રી પર કરેલા આક્ષેપ અંગે ધાનાણીએ માફી માંગતા કહ્યું કે, કૃષિમંત્રીને ખોટું લાગ્યું હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું. ધાનાણીએ મગફળી કાંડ મુદ્દે હરિપર મંડળીમાં ફળદુના સગાએ ગેરરીતિના કર્યા હતા આક્ષેપ લગાવ્યો હતો. આ મુદ્દે તેમને નમતું જોખતા જાહેરમાં માફી માંગી હતી. મગફળી કૌભાંડ મુદ્દે કોંગ્રેસના રાજ્યવ્યાપી ધરણા પરેશ ધાનાણી દ્વારા ચાલી રહ્યા છે.વિપક્ષ નેતા પરેશ ધાનાણીના આજે ભાવનગરમાં ધરણાં કર્યા હતા અને આ મુદ્દે સંડોવાયેલા લોકોને કડક સજાની માંગ કરી હતી. પરેશ ધાનાણીએ મગફળીકાંડની ન્યાયિક તપાસની માંગ સાથે ધરણાં કર્યા હતા. તેમને જણાવ્યું કે, માત્ર રાજકીય રોટલા શેકવા ભાજપે મગફળીકાંડ આચર્યું છે. આખરે ૪૦૦૦ કરોડના મગફળી કાંડમાં ગુનેગાર કોણ? કૌભાંડ ઉજાગર કરવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.

Previous articleચોરીના સાત વાહન સાથે બે શખ્સો ઝડપાયા
Next articleઅંખડભારત સ્મૃતિદિન નિમિત્તે યુવા ભાજપ દ્વારા આજે મશાલ રેલી