૧૪મી ઓગષ્ટના રોજ ‘અખંડ ભારત સ્મૃતી દિન’નીમિત્ત ભારતીય જનતા પાર્ટી, યુવા મોરચા દ્વારા આવતી કાલે સાંજે ૬-૦૦ કલાકે ભવ્યે ‘મશાલ રેલી’નું આયોજન શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, મેયર મનહરભાઈ મોરી, શહેર મહામંત્રી વનરાજસિંહ ગોેહિલ, મહેશભાઈ રાવલ, રાજુભાઈ બાંભણીયા, સ્ટે. ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ડે.મેયર અશોકભાઈ બારૈયા, નેતા પરેશભાઈ પંડ્યા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ છે.કાર્યક્રમ અંગે માહિતી આપતા યુવા મોરચાના શહેર પ્રમુખ કુલદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ૧૫મી ઓગષ્ટે ભારતને સ્વતંત્રતા મળી તેની મધ્ય રાત્રીએ એટલે કે આગલા દિવસે ૧૪મી ઓગષ્ટે અંગ્રેજોની કુનીતીને કારણએ ભારત માતાના ભાગલા કરવામાં આવ્યા અને અલગ પાકીસ્તાન દેશની રચના કરવામાં આવી જેને કારણે ભારતને ખંડીત આઝાદી આપવામાં આવી જેને આ દેશના રાષ્ટ્રપ્રેમીઓએ ક્યારેય સ્વીકાર કર્યો નહી અને આથી જ આ ૧૪મી ઓગષ્ટને દિવસ અખંડ ભારતની સ્મૃતી અને કલ્પના સાથે ‘અખંડ ભારત સ્મૃતી દિન’ની ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવે છે.
‘અખંડ ભારત સ્મૃતી દિન’ની પ્રતીવર્ષ ઉજવણી ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કહરવામાં આવે છે. જે અંતર્ગત કાલે યુવા મોરચા દ્વારા એક ભવ્ય ‘મશાલ રેલી’નું આયોજન શહેરના મોતીબાગ ટાઉનહોલથી સાંજે ૬-૦૦ કલાકે કરવામાં આવેલ છે જે મોતીબાગ ટાઉનહોલથી શરૂ થઈ શહેરના રાજમાર્ગો શહિદ ભગતસિંહ ચોક (ઘોઘાગેઈટ), હાઈકોર્ટ રોડથી શીવરામ રાજ્યગુરૂ ચોક ખાતે શહીદ સ્મારક ખાતે પૂર્ણ થશે.