ગુજરાતની ૨૦ નદીઓ મુદ્દે ય્ઁઝ્રમ્એ ચિંતા ઉપજાને તેવો રિપોર્ટ જાહેર કર્યો છે. હાલ ય્ઁઝ્રમ્એ જાહેર કરેલા રિપોર્ટ આધારે ગુજરાતની નદીઓ પ્રદૂષણમાં આખા દેશમાં ચોથા ક્રમ પર છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વાર્ષિક અહેવાલ પ્રમાણે શેઢી, નર્મદા, સાબરમતી, મહી અને દમણગંગાના પાણીની ગુણવત્તામાં ભારે પ્રદૂષણ ફેલાયેલું છે.
સરકાર દ્વારા ભારે પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં કોંગ્રેસ ગુજરાતની નદીઓના પ્રદૂષણ મુદ્દે બેફિકર હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં નદીઓના પ્રદૂષણમાં દિવસે અને દિવસે ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. રાજ્યની ૨૦ નદીઓ ઉદ્યોગોના કચરાને લીધે પ્રદૂષિત બની છે અને ઔદ્યોગિક કેમિકલ કચરાને કારણે નદીઓના પાણી પીવાલાયક રહ્યાં નથી.કોંગ્રેસે ય્ઁઝ્રમ્ને ભ્રષ્ટાચારી રસમના કારણે માનવ જિંદગી સાથે ચેડાં કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમને વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા નદીમાં પ્રદૂષણ ઘટાડો કરવા ચાર વર્ષમાં રૂપિયા ૨૦૧ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
કોંગ્રેસે જણાવ્યું કે, ૮ મ.ન.પા. પૈકી ૩ પાસે ઘન કચરા પર પ્રક્રિયાની કોઈ સુવિધા નથી, જેના કારણે નદીઓ પ્રદૂષિત થઈ રહી છે.