લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટર્જીનુ અવસાન

1193

લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટર્જીનુ આજે સવારે અવસાન થતા તેમના સમર્થકોમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. તેઓ ૮૯ વર્ષના હતા. પોતાના રાજકીય જીવનમાં ચેટર્જી ૧૦ વખત સાંસદ તરીકે રહ્યા હતા. હાલમાં એટેક થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બે દિવસ સુધી તેઓ વેન્ટીલેટર પર હતા. ગયા મહિનામાં તેમને બ્રેન હેમરેજનો હુમલો પણ થયો હતો. એક દિવસ પહેલા જ તબીબોએ કહ્યુ હતુ કે કિડનીની તકલીફ પણ તેમને હતી.

 

Previous articleચાંચ ગામેથી દેશી દારૂનાં જથ્થા સાથે ૩ શખ્સો ઝડપાયા : ૨ ફરાર
Next articleહૈદરાબાદમાં આઈએસ ત્રાસવાદી નેટવર્કનો પર્દાફાશ : બેની ધરપકડ