ગાંધીનગરમાં ૭૨ મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંઘ્યા ત્રિરંગા યાત્રા તેમજ યાદ કરો કુરબાની અંગેનો યોજાયેલ કાર્યક્રમમાં ગાંધીનગર વાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટાઉનહોલ ખાતેથી યોજાયેલ ત્રિરંગા યાત્રાને લીલી ઝંડી ફરકાવીને ગાંધીનગરના ધારાસભ્ય શંભુજી ઠાકોર અને જિલ્લા કલેકટર એસ. કે. લાંગાએ પ્રસ્થાન કરાવ્યું હતું.
આ ત્રિરંગા યાત્રામાં બાઇક પર સવાર પોલીસ જવાનોએ રાષ્ટ્ર ઘ્વજ સાથે તથા અન્ય નગરજનો બાઇક રેલીમાં જોડાયા હતા. ત્રિરંગા યાત્રા ટાઉન હોલ થી ચ રોડ પર ગઇ હતી. ત્યાંથી ચ-૩ સર્કલ થઇ રામકથા મેદાન, સેકટર-૧૧ ખાતે પહોંચી હતી. દેશભક્તિના ગીતો સાથે યોજાયેલ આ અનોખા કાર્યક્રમમાં ગાંધીનગર શહેરની વિવિઘ શાળાઓના બાળકો તેમજ વિશાળ સંખ્યામાં નગરજનોએ યાત્રામાં ભાગ લીઘો હતો. રામકથા મેદાન ખાતે સમાપન સમારોહ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કલેકટર એસ. કે. લાંગાએ રાષ્ટ્રઘ્વજને ફુલહારથી સન્માન કરી મશાલ પ્રજવલિત કરીને નાગરિકોને દેશભક્તિ અંગે સંકલ્પ લેવડાવ્યા હતા. કલેકટર એસ. કે. લાંગાએ જણાવ્યું હતું કે, આઝાદી અનેક બિલદાનો પછી મળી છે, ત્યારે આઝાદીના મૂલ્યો ન ભુલાઇ જાય તેવા ઉમદા આશયથી રાજય સરકારે ૭૨ મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંઘ્યાએ ત્રિરંગા યાત્રા અને યાદ કરો કુરબાનીનો અનોખો કાર્યક્રમ યોજીને દેશભક્તિ પ્રત્યે નાગરિકો અને યુવાનોમાં દેશ પ્રત્યે સન્માન અને સમર્પણની ભાવના પેદા કરી છે. આ પ્રસંગે વિવિઘ દેશભક્તિના ગીતો સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા, જિલ્લા વિકાસ અઘિકારી હિતેષ કોયા, પ્રાંત અઘિકારી ઋતુરાજ દેસાઇ સહિત અઘિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.