જાપાનના ચીબામાં ૫.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા,કોઈ જાનહાનિ નહિ

777

જાપાનમાં ભૂકંપની કહેર અટકવાનું નામ લેતો નથી. આજે જાપાનના ચીબા પ્રિફ્રેકચર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સમાચાર સંસ્થાના જણાવ્યા પ્રમાણે રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા પ.૧ માપવામાં આવી છે.

ભૂકંપના આંચકા આવતાં લોકોમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો હતો અને ગભરાટના માર્યા લોકો તેમનાં ઘરોમાંથી બહાર નીકળીને રસ્તા પર આવી ગયા હતા. સદનસીબે ભૂકંપના આ આંચકાઓને કારણે જાનમાલની કોઇ ખુવારી થઇ નથી.

આ વર્ષે અગાઉ પણ જૂન મહિનામાં જાપાનના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનના ઓસાકા શહેરમાં આવેેલ ભીષણ ભૂકંપમાં ૩૮૦થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં રાહતકાર્યોમાં લાગેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભૂકંપને કારણે ચાર લોકોનાં મોત પણ થયાં હતાં.

Previous articleડિફોલ્ટર જાહેર થયા ભાજપ મંત્રી સુરેન્દ્ર પટવા, બેંકે છાપામાં આપી જાહેરાત
Next articleકેજરીવાલે અમારી સામે જ મુખ્ય સચિવને માર માર્યો હતો : વીકે જૈન