૧૫મી ઑગસ્ટના રોજ જ ભારતને કેમ આઝાદી મળી, ખાસ છે તેનું રહસ્ય

1224

ભારતમાં દર વર્ષે આઝાદીનો જશ્ન ૧૫મી ઑગસ્ટના રોજ મનાવાય છે. સ્વતંત્રતા દિવસ (ૈંહઙ્ઘૈટ્ઠહ ૈંહઙ્ઘીીહઙ્ઘીહષ્ઠી ડ્ઢટ્ઠઅ) દેશભરમાં મોટા ઉત્સાહની સાથે મનાવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ પર દર વર્ષે ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી ઝંડો લહેરાવે છે. ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ના રોજ અંગ્રેજોએ દેશના શાસનની કમાન ભારતીયોને સોંપી દેશને સ્વતંત્ર જાહેર કર્યો હતો. પરંતુ તમને ખબર છે કે ભારતની આઝાદી માટે કેમ આ જ દિવસ પસંદ કરાયો હતો. વાત એમ છે કે લોર્ડ માઉન્ટબેટનને ૩૦મી જૂન ૧૯૪૮ સુધીમાં ભારતની સત્તા ભારતીય લોકોને ટ્રાન્સફર કરવાનો અધિકાર આપ્યો હતો. લોર્ડ માઉન્ટબેટનને ૧૯૪૭ની સાલમાં ભારતના છેલ્લા વાયસરોય તરીકે નિમણૂક કરાયા હતા. માઉન્ટબેટને જ ભારતની આઝાદી માટે ૧૫મી ઑગસ્ટની તારીખ પસંદ કરી હતી. કેટલાંક ઇતિહાસકારોનું માનવું છે કે સી.રાજગોપાલચારીના મંતવ્ય પર માઉન્ટબેટને ભારતની આઝાદી માટે ૧૫ ઑગસ્ટની તારીખ પસંદ કરી. સી.રાજગોપાલચારીએ લૉર્ડ માઉન્ટબેટનને કહ્યું હતું કે જો ૩૦મી જૂન ૧૯૪૮ સુધી રાહ જોવામાં આવી તો કોઇ સત્તા બચશે નહીં. એવામાં માઉન્ટબેટને ૧૫ ઑગસ્ટના રોજ ભારતની સ્વતંત્રતા માટે પસંદ કર્યો. ત્યારબાદ બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ બિલ ૪ જુલાઇ ૧૯૪૭ના રોજ રજૂ કરાયું. આ બિલમાં ભારતના ભાગલા અને પાકિસ્તાનને બાનાવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. આ બિલ ૧૮ જુલાઇ,૧૯૪૭ના રોજ સ્વીકારાયું હતું અને ૧૪ ઑગસ્ટના રોજ ભાગલા બાદ ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના રોજ અડધી રાત્રે ભારતની આઝાદીની જાહેરાત કરાઈ. કેટલાંક ઇતિહાસકારોનું માનવું છે કે ૧૫ ઑગસ્ટના રોજ આઝાદીનો દિવસ પસંદ કરવાનો માઉન્ટબેટનનો ખાનગી નિર્ણય હતો. માઉન્ટબેટન લોકોને આ દેખાડવા માંગતા હતા કે બધું તેમના જ નિયંત્રણમાં છે. માઉન્ટબેટન ૧૫મી ઑગસ્ટની તારીખને શુભ માનતા હતા આથી તેમણે ભારતની આઝાદી માટે આ તારીખ પસંદ કરી હતી. ૧૫મી ઑગસ્ટનો દિવસ માઉન્ટબેટનના હિસાબથી શુભ હતો કારણ કે બીજા વિશ્વયુદ્ધ સમયે ૧૫ ઑગસ્ટ, ૧૯૪૫ના રોજ જાપાની આર્મીએ આત્મસમર્પણ કર્યું હતું અને એ સમયે લોર્ડ માઉન્ટબેટન અલાઇડ ફોર્સીસના કમાન્ડર હતા.

Previous articleગાંધીનગરમાં દેશભક્તિના અનેરા માહોલ સાથે ત્રિરંગા યાત્રા યોજાઈ
Next articleડિફોલ્ટર જાહેર થયા ભાજપ મંત્રી સુરેન્દ્ર પટવા, બેંકે છાપામાં આપી જાહેરાત