રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા કેબિનેટ મંત્રીનું ડિફોલ્ટર જાહેર થવુ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની મુશ્કેલી વધારી શકે છે.
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેના પહેલા ભાજપ માટે સારા સમચાર આવ્યા નથી. શિવરાજના કેબિનેટ મંત્રી સુરેન્દ્ર પટવાને બેન્ક ઓફ બરોડાએ ડિફોલ્ટર જાહેર કરી દીધા છે. તે રાજ્ય સરકારમાં સંસ્કૃતિ મંત્રી છે.
બેન્ક ઓફ બરોડાએ તેમને આ વાતની જાણકારી આપી પરંતુ તેમની પાસે પહોંચી શકી નહોતી. જે બાદ બેન્કે આની જાણકારી છાપામાં આપી. સુરેન્દ્ર પટવા રાજ્યમાં ભોજપુર વિધાનસભાના ધારાસભ્ય છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અત્યારે રાજ્યમાં જન આશીર્વાદ રેલી નીકાળી રહ્યા છે. શિવરાજ અગાઉ પણ ચૂંટણી પ્રવાસમાં આ પ્રકારની રેલી કાઢતા રહ્યા છે.
આવુ પહેલી વાર નથી કે જ્યારે શિવરાજ કેબિનેટની ચર્ચામાં રહ્યા હોય. અગાઉ પણ બાબાઓને મંત્રીપદનો દરજ્જો આપવા માટે શિવરાજ સરકાર ચર્ચામાં આવી ચૂક્યા છે.