પૂર્વ સાંસદ અને ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીએ કહ્યું કે ત્રણ તલાક મુસ્લિમ મહિલાઓ માટે અભિશાપ છે અને તેને શોષણ કરવા માટે જ બનાવવામાં આવ્યું છે. આ આપણા બંધારણની સદંતર વિરુ્ર છે. આજે ૫૦થી વધુ ઈસ્લામિક દેશોમાં ૨૪ ઈસ્લામિક દેશોએ એક સાથે ત્રણ તલાકને ખુદના બંધારણમાંથી કાઢીને ફેંકી દીધું છે.
ઉત્તરપ્રદેશના જોનપુર સ્થિત મોહમ્મદ હસન ડિગ્રી કોલેજમાં પત્રકારો સાથે વાતચીત કરતાં શબાનાએ કહ્યું કે ભારત સેક્યુલર દેશ છે, બંધારણમાં અહી સૌને પોતાનો હક્ક મેળવવાનો અધિકાર અપાયો છે. ત્રણ તલાક દ્વારા છેલ્લા અનેક દશકાઓથી મુસ્લિમ મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે. જે કાયદો મહિલાઓનું શોષણ કરે તેને આપણે કદાપી સહન ન કરી શકીએ. નિર્ભયા કાંડ બાદ જિસ્યસ વમાર્એ જે રિપોર્ટ સરકારને સોંપ્યો હતો તેમાં સખત કાયદા સાથે જ સમાજને જાગૃત કરવાની વાત કહેવામાં આવી હતી.