કેજરીવાલે અમારી સામે જ મુખ્ય સચિવને માર માર્યો હતો : વીકે જૈન

816

દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મારપીટના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના હવે તેમની મુશ્કેલીઓ વધારી રહ્યાં છે. દિલ્હી પોલીસે આ મામલે ચાર્જશીટ દાખલ કરી દીધી છે, જેમાં ખુલાસો થયો છે કે ત્રણ અત્યંત નજીકના લોકોએ જ મુખ્યમંત્રી કેજરીવાલ વિરૂદ્ધ જુબાની આપી છે, જેના આધારે જ મારપીટના કેસમાં તેમને આરોપી બનાવવામાં આવ્યાં છે.

દિલ્હી પોલીસે ગઈ કાલે સોમવારે આ મામલે ચાર્જશીટ ફાઈલ કરી હતી, જેમાં કેજરીવાલ અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ઉપરાંત આમ આદમી પાર્ટીના ૧૧ ધારાસભ્યોના નામ પણ શામેલ છે. આ મામલે ઉત્તર દિલ્હીના એડિશનલ ડીસીપી હરેંદર સિંહે એક સમાચાર ચેનલને જણાવ્યું હતું કે, વીકે જૈન, વૈભવ અને વિવેક યાદવે મુખ્યમંત્રી કેજરીવાલ વિરૂદ્ધ નિવેદનો આપ્યાં હતાં, જેના કારણે જ તેમને આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસે આ ત્રણેયને સરકારી સાક્ષી બનાવ્યા છે.

વિભવ કુમાર અરવિંદ કેજરીવાલના અંગત સેક્રેટરી રહી ચુક્યા છે, જ્યારે વીકે જૈન મુખ્યમંત્રીના સલાહકાર અને વિવેક યાદવ તમામ ધારાસભ્યો સાથે કોર્ડિનેશન કરવાની જવાબદારી સંભાળી રહ્યાં છે. મુખ્યમંત્રીના નજીકના એવા આ ત્રણેયના નિવેદન જ તેમના વિરૂદ્ધ આવ્યા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે વીકે જૈને પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, ષડયંત્ર રચીને મુખ્યસચિવને અડધી રાત્રે બેઠકમાં બોલાવવામાં આવ્યા અને તેમની સાથે મારપીટ કરવામાં આવી. વીકે જૈને પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, તેમની સામે જ મુખ્ય સચિવ સાથે મારપીટ થઈ હતી.

Previous articleજાપાનના ચીબામાં ૫.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા,કોઈ જાનહાનિ નહિ
Next articleતાલિબાનોનો ગજની શહેર પર હુમલો : ૧૪૦ અફઘાન પોલીસ અને ૨૦ નાગરિકનાં મોત