ભાવનગર મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તહેવારો નજીક આવતાની સાથે જ શહેરની મુખ્યબજાર સહિતની ફરસાણ અને મીઠાઈઓની નામાંકિત દુકાનોમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં ખુલ્લી રહેલી મીઠાઈઓનો નાશ કરાવ્યો હતો અને અલગ-અલગ મીઠાઈઓ પર કેમીકલ દ્વારા તપાસ કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.