રણવીર -દિપિકાના લગ્ન નક્કી

1184

એકબાજુ પ્રિયંકા ચોપડા અને નિક જોનસની સગાઇની ચર્ચા ચારે બાજુ ચાલી રહી છે ત્યારે હવે બીજી બાજુ હવે દિપિકા અને રણવીર સિંહના લગ્નને લઇને પણ તારીખ નક્કી થઇ ગઇ હોવાના હેવાલ મળ્યા છે. બંનેના લગ્નની ચર્ચા એવા સમય પર છેડાઇ ગઇ છે ત્યારે તેમની સગાઇ થઇ હોવાના હેવાલ આ વર્ષની શરૂઆતમાં આવવા લાગી ગયા હતા. સગાઇ અંગેના હેવાલ આવ્યા બાદથી લગ્નની બાબત પણ નક્કી થવા લાગી ગઇ હતી. દિપિકા અને રણવીરન સગાઇ શ્રીલંકામાં થઇ હતી. તે વખતે બંને ત્યાં રજા માણવા માટે ગયા હતા. એ વખતે બંનેના લગ્નની તારીખ પણ નક્કી કરી દેવામાં આવી હતી. સુત્રોએ કહ્યુ છે કે દિપિકા અને રણવીર સિંહ વચ્ચેના લગ્ન આ વર્ષે ૨૦મી નવેમ્બરના દિવસે થનાર છે. દિપિકા અને રણવીર વચ્ચે ખાસ પ્રસંદ છે જેથી તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોને જ આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. ગેસ્ટ લિસ્ટમાં ૩૦ લોકોને સામેલ કરવામાં આવી રહ્યા છે. આ લગ્ન ઇટાલીના લેક કોમોમાં થનાર છે. રણવીર અને દિપિકાના ફેવરીટ સ્થળ તરીકે તેને ગણવામાં આવે છે.

Previous articleએશ્વર્યા ફન્ને ખાન ફ્લોપ જતા હતાશ થઇ જ નથી
Next articleકોહલીની મનમાની?, કેએલ રાહુલ નિષ્ફળ છતાં ટીમમાં સ્થાન બનાવવામાં મોખરે