ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ભારત સામેની બાકી મેચો પણ ગુમાવે તેવી સંભાવના

1347

ઈંગ્લેન્ડનો ઓલ-રાઉન્ડર બેન સ્ટોક્સ બ્રિસ્ટોલ ક્રાઉન કોર્ટમાં તેની સામેના કેસનું કોઈપણ પરિણામ આવવા છતાં, ભારત સામેની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં ભાગ લઈ શકશે નહીં. સ્ટોક્સ સામે શિસ્તભંગનાં પગલાં લેનાર છે જેને પણ તેના કોર્ટ કેસના પરિણામ સુધી મુલતવી રખાયા છે તથા આ કારણે સ્થાનિક પ્રસાર માધ્યમોમાં એવું અનુમાન કરાઈ રહ્યું છે કે શ્રેણીની બાકીની બધી મેચમાં રમવાનું તે ચૂકી જશે.

તેના કોર્ટ કેસની સુનાવણી બુધવાર સુધી ચાલુ રહેશે અને તેના ૨૪ કલાક પહેલા ઈંગ્લેન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બૉર્ડ (ઈ. સી. બી.)ના સિલેક્ટરોની ત્રીજી ટેસ્ટ માટે ખેલાડીઓની નામાવલી જાહેર કરવાની આશા રખાય છે જેમાંથી સ્ટોક્સ કદાચ બાકાત હશે.

૨૭ વર્ષના સ્ટોક્સ સામે ગયા સપ્ટેમ્બરમાં બ્રિસ્ટોલમાં નાઈટ કલબ બહાર થયેલી તકરારમાં સંડોવણીનો આરોપ છે.

સ્ટોક્સે બર્મિંગહામ ખાતે ઈંગ્લેન્ડે ૩૧ રનથી જીતેલી પહેલી ટેસ્ટના બીજા દાવમાં હરીફ કેપ્ટન વિરાટ કોહલી સહિતની ચાર વિકેટ ઝડપી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

પાંચ ટેસ્ટભરી વર્તમાનની શ્રેણીમાં ઈંગ્લેન્ડ ૨-૦થી સરસાઈમાં છે જેથી સ્ટોક્સ ગુનેગાર ન ઠરવાયા છતાં તેને ટીમમાં સામેલ થવા તુરંત મોકલી આપવાની ટીમના સત્તાવાળાઓ પર કોઈ માનસિક દબાણ નથી.

Previous articleકોહલીની મનમાની?, કેએલ રાહુલ નિષ્ફળ છતાં ટીમમાં સ્થાન બનાવવામાં મોખરે
Next articleહાલમાં પુરુષો વિરુદ્ધ છોકરાઓનો મુકાબલો છે : નાસિર હુસૈન