ધ્યાનચંદ એવોર્ડ વિજેતા એથ્લીટ હુકમસિંહ ભટ્ટલનું નિધન

1638

સંગરૂરની એક હોસ્પિટલમાં એશિયન ગોલ્ડ મેડલિસ્ટ અને ધ્યાન ચંદ એવોર્ડનાં વિજેતા એથ્લીટ હુકમ સિંહ ભટ્ટલનું આજે સવારે નિધન થઇ ગયું છે. આર્થિક પરિસ્થિતિઓને કારણે હુકમ સિંહનાં પરિવારને સારવાર માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે સારવાર દરિમયાન તેમની મદદ માટે અનેક લોકો સામે આવ્યા હતા.

હુકમ સિંહને લિવરની બિમારી હતી અને ઘણા લાંબા સમયથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. જણાવી દઇએ કે ભારત માટે દેશ માટે મેડલ જીતનારા હુકમ સિંહ ભારતીય સેનામાં પણ કામ કરી ચુક્યા છે. તેઓ ૧૯૭૨માં ૬ શિખ રેજીમેન્ટમાં હવલદાર તરીકે જોડાયા હતા. રમત ક્ષેત્રે તેમણે આપેલા યોગદાન બદલ ૨૯ ઓગસ્ટ, ૨૦૦૮માં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ દ્વારા તેમને ધ્યાન ચંદ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

તેમણે બેન્ગકોક એશિયન ગેમ્સ-૧૯૭૮માં પુરુષોનાં ૨૦ કિમી વૉકિંગ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને એક રેકોર્ડ સ્થાપીત કર્યો હતો. ૧૯૮૧માં ભારે ઇજાને કારણે તેમને આ રમતને છોડવી પડી હતી. ૧૯૮૭માં જ્યારે તેઓ આર્મીમાંથી નિવૃત્ત થયા ત્યારે તેમના અનુભવ અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેમને પંજાબ પોલીસે ૨૦૦૩માં એથ્લીટ કોચ તરીકે કોન્સ્ટેબલની નોકરી આપી હતી. ત્યાંથી તેઓ ૨૦૧૪માં નિવૃત્ત થયા હતા.

Previous articleટીમ ઇન્ડિયા લડત આપ્યા વગર હારી એ બહુ ખોટું થયું : સેહવાગ
Next articleશહીદોનું સપનું સુરાજ્યની સ્થાપનાની સાથે પૂર્ણ કરાશે