સિહોરનું રાજનાથ મહાદેવ મંદિર

1365

દોશી ક્ુટુંબની આસ્થાના બીજા મહાદેવ શ્રી રાજનાથ છે. (રાજનાથ અથવા રાજરાજેશ્વર મહાદેવ પ્રતિ ગામના ઘણા બ્રાહ્મણોની અને વણિકેની શ્રધ્ધા છે. દરરોજ તેના દર્શન ર્ક્યા પછી જ રાતે વાળુ ક્રવું એવા નિયમવાળા પણ ઘણા જણ છે. છતાં બે મોટી હવેલીઓ એ બળદેવજીના મંદિરને લીધે શહેરના હિંદુઓનો મોટો ભાગ વૈષ્ણવી સંપ્રદાયમાં છે.)જેમ ભાઈચંદ મહેતાના ક્ુટુંબ વાળા પ્રગટનાથની આબાદી માટે તનમન ધનથી મદદ ક્રે છે. તેમ દોશી ક્ુટુંબવાળા રાજનાથ મહાદેવને માટે ક્રે છે.

શહેરના મધ્ય ભાગમાં, માર્ક્ીટની દક્ષિણે રાજનાથ મહાદેવનું શિવાલય છે. એ પ્રખ્યાત મહારાજાશ્રી વિસાજીએ નવું સિહોર વસાવ્યું, ત્યારે દરબાર તરફથી બંધાવેલ છે. તેથી રાજનાથ નામ પડ્યું છે.

એની ડેલીની મેડી દોશી ક્ુટુંબના માણસોએ ચણાવીને તેમા ન્કયાશાળા બેસે તેવી યોજના ક્રાવી હતી. પ્રથમ ત્યાં એવી ગોઠવણ ન હતી.

પ્રખ્યાત વિદ્વાન ભટ્ટજી ક્ુબેરભટ્ટના પુત્ર નથુભટ્ટ ત્યાં ચાર્તુમાસની ક્થા ક્રતાં પરંતુ ન્કયાશાળાની યોજના થયા પછી ક્પોળની જગ્યામાં ક્થા થતી હતી. આ સ્થાનમાં એક્ ચોક્ આગળ ધરી છે. તેમાં સંવત ૧૮૧૩ની સાલનો લેખ છે. કેઈ ગોસાઈએ સમાધી લીધેલી તેના ઉપરથી એ દેરી છે. ત્યાં પુજા ક્રવાને અતીત રહે છે. મહાદેવના થાળા ઉપર જે ક્ંઈ મુકય અથવા થાળ ધરા તે લે છે.

આ રાજનાથ મહાદેવની નજીક્ પૂર્વમાં મોરલીધરજીનું મંદિર છે. એમ શહેરના વર્ણનમાં છે. તે જગા પણ સિહોર બંધાયું તે સમયની જ છે. શહેરના મુખ્ય અને રાજ તરફથી સ્થપાયેલાં એવા બે મંદિરો છે એ સિવાય શહેર બહાર પંચમુખા મહાદેવની જગ્યા છે. તે પણ રાજલોક્ તરફથી જ બંધાયેલ છે.

Previous articleગાંધીજીએ દેશને અહિંસાનું શસ્ત્ર આપ્યું,  હિંસાને સ્થાન જ નથી : રાષ્ટ્રપતિ કોવિંદ
Next articleવિહિપ દ્વારા મશાલ રેલી યોજાઈ