રાજુલા શહેર કોંગ્રેસ યુવા રોજગાર અને ખેડુત અધિકાર યોજના અંતર્ગત માજી સાંસદ વિજરીભાઈ ઠુંમરની અધ્યક્ષતામાં જાહેર સભા હવેલી ચોકમાં યોજાઈ જેમાં કોંગ્રેસના તમામ દાવેદારોની હાજરી તેમજ જરાફબાદ સુધીના કાર્યકરોની પણ ઉપસ્થિતિ રહેલ.
રાજુલા ખાતે હવેલી ચોકમાં કોંગ્રેસ પ્રેરીત યુવા રોજગાર અને ખેડુત અધિકાર યોજના અંતર્ગત માજી સાંસદ વિરજીભાઈ ઠુંમરની અધ્યક્ષતામાં બહોળી સંખ્યામાં વેપારીઓ ખેડુતો આમ જનતા સહિતની હાજરીમાં મુખ્ય મહેમાન દિલ્હીથી બે મહાનુભાવો, ધારાસભાના ભાવી ઉમેદવારો, દાવેદારો ૧૪માં પીઠાભાઈ નકુમ, બાબુભાઈ રામ, બાબભાઈ જળોંધરા, ટીકુભાઈ વરૂ, અંબરીષભાઈ ડેર પ્રતિનિધિ ચેતનભાઈ ભુવા, સહિત તમામની હાજરી રહેલ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ કરણભાઈ કોટડીયા, ઘનશ્યામભાઈ લાખણોત્રા, પ્રવિણભાઈ બારૈયા સહિત બહોળી સંખ્યામાં કોંગ્રેસના ધુરંધર આગેવાનોની હાજરી રહેલ જે તસવીરમાં પીઠાભાઈ નકુમ દ્વારા ખેડુત રથનું લોકાર્પણ પણ કરેલ.