ભાવનગર,તા.૧૪
૭૨માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ ભાવનગર શહેરના વિવિધ વિસ્તારના રાજમાર્ગો ઉપર ત્રિરંગાયાત્રા તથા યાદ કરો કુરબાની કાર્યક્રમને લીલી ઝંડી આપી મહાનગરપાલિકાના મેયર જવાહર મેદાન ખાતેથી સાંજે ૫.૩૦ કલાકે પ્રસ્થાન કરાવયું હતું.
આ ત્રિરંગાયાત્રામાં સૌથી આગળ પોલીસ એસ્કોટીંગ જીપ ત્યાર બાદ મોટી ખુલ્લી ટ્રકમાં પોલીસ બેન્ડ સાથે જવાનો જોડાયા હતા. તેમની પાછળ ૭૨ બાઇક સવારો કુલ ૧૪૪ જેટલા યુવાનો જોડાયા હતા. આ ઉપરાંત બાઇક સવારોની પાછળ મોટી સંખ્યામાં અન્ય બાઇક સવારો પણ જોડાયા હતા. રાષ્ટ્રધ્વજ સાથેની જીપમાં ક્રાન્તીકારીઓ ગાંધીજી, સરદાર પટેલ, અને ચંદ્રશેખર આઝાદની તસ્વીરોથી સુશોભીત કરવામાં આવેલ.
આ યાત્રાનો આરંભ પોલીસ એસ્કોટીંગ સાથે જવાહર મેદાન ભાવનગર ખાતેથી રબ્બર ફેકટરી, માધવદર્શન, મોતીબાગ, ઘોઘાગેટ, હલુરીયા ચોક, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, સરદારનગર, સંસ્કાર મંડળ, વાઘાવાડી રોડ, પરિમલ ચોક, રીલાઇન્સ મોલ થી પરત જવાહર મેદાન ખાતે ત્રિરંગાયાત્રા આવી પહોચી હતી. ત્રિરંગાયાત્રાના સમાપ્ન કાર્યક્રમમાં ભાવનરગના મહાનગરપાલિકાના મેયરશ્રી મનહરભાઇ મોરી દ્વારા મશાલ સમક્ષ નાગરિકો દેશ પ્રત્યે પ્રતિજ્ઞા/સમર્પણનો સંકલ્પ લેવડાવામાં આવ્યો હતો અને ત્રિરંગાયાત્રા તથા યાદ કરો કુરબાની કાર્યક્રમનુ સમાપન કરવામાં આવ્યું હતુ.