અખંડ ભારત સ્મૃતિ દિવસની યાદમાં ભાવનગર શહેર યુવા મોર્ચા દ્વારા વિશાળ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.
શહેર ભાજપના અધ્યક્ષ સનતભાઈ મોદી તથા યુવા મોર્ચો ભાવનગર શહેરના પ્રમુખ કુલદિપસિંહ ચુડાસમાની આગેવાની હેઠળ અખંડ ભારત સ્મૃતિદિન નિમિત્તે ‘મશાલ રેલી’નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રેલીમાં મેયર શહેર મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશ રાવલ રાજુ બાંભણીયા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ડેપ્યુટી મેટર બારૈયા શાસક પક્ષના નેતા સહિતના યુવા કાર્યકરોની ઉપસ્થિતીમાં મોતીબાગ ટાઉનહોલથી મશાલ રેલી શરૂ થઈ રાજમાર્ગો પર ફરિ શહિદ સ્મારક ભગતસિંહ ચોક ખાતં સંપન્ન થઈ હતી.