ગુજરાત પોલીસ વિભાગમાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને સ્વતંત્ર પર્વ નિમીતે રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક વિજેતા તરીકે જાહેર કરવામાં આવે છે. જેમાં ગાંધીનગર જિલ્લા પોલીસમાં હેડ કવાર્ટર તરીકે ફરજ બજાવતા એમ જે સોલંકીનું નામ જાહેર થયુ છે. પોલીસ સુત્રોનાં જણાવ્યાનુંસાર એમ જે સોલંકીએ રાજકોટનાં કસ્ટોડીય ડેથમાં સારી કામગીરી કરી હતી, વિધાનસભામાં સાર્જન્ટ તરીકેની સારી કામગીરી રહી હતી અને સરકારે પ્રસંશા કરી હતી.
અમદાવાદમાં લતીફ એન્કાઉન્ટર બાદ નિર્માણ થયેલા તોફાનોમાં સંવેદનશીલ વિસ્તારો માં બંદોબસ્ત ગોઠવીને સારી કામગીરી કરી હતી, અડાલજ પીઆઇ હતા ત્યારે ચાંદી લૂંટ કેસમાં ડીટેકશન સહિતની મહત્વની કામગીરી બજાવી છે.