૭૨ માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાજભવન ખાતે ધ્વજવંદન અને સ્નેહ સંમેલન યોજાયું

1395

ભારતના સ્વાતંત્ર્ય દિન-૧પ મી ઓગષ્ટના રોજ ગુજરાતના રાજયપાલ ઓ. પી. કોહલીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યુ હતું. ત્યારબાદ રાજયપાલ અને લેડી ગવર્નર અવિનાશ કોહલીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ, અગ્રણી, નાગરિકો, વિવિધ સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ, શાળાના બાળકો, રાજભવનના અધિકારીઓ – કર્મચારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ૭૨મા સ્વાતંત્ર્ય દિન પર્વે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીના અધ્યક્ષસ્થાને રાજ ભવનજમાં સાંજે સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ સંમેલનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, લેડી ગર્વનર અવિનાશ કોહલી અને અંજલિબેન રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.

સ્નેહ સંમેલનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો, મુખ્ય સચિવ, ભારતીય સેનાના ત્રણે પાંખોના વરિષ્ઠ અધિકારીઓ, વરિષ્ઠ સચિવો, પદાધિકારીઓ, સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleગાંધીનગર ડીવાય. એસ. પી. સોલંકીને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક
Next articleમાણસા ખાતે ૭૨મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી