કલીન મધુર ગ્રીન મધુરની થીમ સાથે આઝાદી પર્વની ઉજવણી

1212

સ્વચ્છ વાતાવરણ, સ્વચ્છ પ્રોડક્ટ્‌સ અને સ્વચ્છ કર્મચારીઓ તેમજ વધુ વૃક્ષો ઉછેરીને ગ્રીન મધુરના સંકલ્પ સાથે મધુર ડેરીએ ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરી હતી

વન વિભાગના સહયોગથી એક લાખ વૃક્ષો નો ઉછેર કરવામાં આવશે. મધુર ડેરીના ચેરમેનશ્રી ડો. શંકરસિંહ રાણાએ શુભેચ્છા સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે મધુર ડેરી ગાંધીનગર સહકારી સંગઠનોમાં ખૂબ પ્રગતિશીલ બની રહી છે. સહકાર અને સંગઠનની સાથે સાથે હોવી ક્લીન મધુર ગ્રીન મધુરના થીમ સાથે આગળ વધશે. વનવિભાગના અધિકારીશ્રીઓનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં મધુરના તમામ વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરી વૃક્ષ ઉછેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. મધુર ડેરીના મેનેજિંગ ડિરેક્ટરશ્રી મનોહરસિંહ ચૌહાણ દ્વારા ટીમને પ્રોત્સાહન મળે તેવું સુંદર પ્રવચન કર્યું હતું. ગાંધીનગર જિલ્લાના નાયબ વન સંરક્ષક શ્રી અમીન સાહેબે મધુરના આ અભિયાનની પ્રશંસા કરી હતી અને ગ્રીન મધુર સાથે વન વિભાગનુ ગાંધીનગર સર્કલ પણ જોડાશે એની ખાતરી આપી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઅમરનાથ ધામ ખાતે પરંપરાગત રીતે દરવર્ષની જેમ કાવડીયા યાત્રા યોજાઈ