જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં ગાંધીનગરમાં દલિત રેલી

1485

ગાંધીનગર ખાતે આજરોજ દલિત નેતા એવા ભાનુભાઈ વણકરની શહાદતની અર્ધ વરસીએ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી તથા કાર્યકરો અને દલિતો દ્રારા ગાંધીનગર ઘ-૦  સર્કલથી એસ. ટી. ડેપો, પથિકાશ્રમ સુધી રેલી કાઢવા માટે ઘ-૦ ખાતે ભેગા ગયા હતા. અગાઉ સરકાર દ્રારા કરેલા વચનો પૂર્ણ ન થતાં આ રેલીનું આયોજન દલિત સેનાના અગ્રણી જિજ્ઞેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પાટણ ખાતે દલિતોના પ્રશ્ને ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યુ હતું ત્યારબાદ છ મહિના પછી પણ સરકારે આપેલા વચનો પુરા નહી કર્યા હોવાના આક્ષેપ સાથે દલિતોએ આ રેલી કાઢી હતી. આ ઉપરાંત રેલીમાં જયભીમ અને દગાખોર બીજેપી સરકારનો જવાબ માંગીએ, નિકલો બહાર મકાનોસે જંગ લડો બેઈમાનોસે જેવા સુત્રોચ્ચાર કર્યા હતા અને દલિતના પ્રશ્ને ભાનુભાઈની સહાદત અને બલિદાન એળે નહી જવા દેવાની વાત દલિતો દ્વારા રેલીમાં કરવામાં આવી હતી. આમ મોટી સંખ્યામાં ગાંધીનગરમાં કાઢેલી રેલી માટે પોલીસે આખી ફોજ ઉતારી દેવાની ફરજ પડી હતી.

Previous articleમાણસા ખાતે ૭૨મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી
Next articleબરવાળા ગર્લ્સ હાઈસ્કુલની બહેનોએ જવાનોની રક્ષા કાજે રાખડીઓ બનાવી