બરવાળા ગર્લ્સ હાઈસ્કુલની બહેનોએ જવાનોની રક્ષા કાજે રાખડીઓ બનાવી

1548

બરવાળા મુકામે આવેલ શ્રીમતી કે.બી.એમ.ગર્લ્સ હાઈસ્કુલ ખાતે શાળાની વિદ્યાર્થીનીઓ ધ્વારા દેશની સરહદ ઉપરના જવાનોની રક્ષા માટે જાતે રાખડી બનાવવામાં આવી હતી તેમજ જવાનોના આરોગ્ય તેમજ રક્ષણ માટે રક્ષાપત્ર પણ લખવામાં આવ્યા હતા.આ પ્રસંગે હિનાબેન પટેલ, પ્રદિપભાઈ ખાચર, ભુપતભાઈ પટેલ, ઈલેશભાઈ દોશી સહિતના શાળાના શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

બરવાળા ખાતે શ્રીમતી કે.બી.એમ.ગર્લ્સ હાઈસ્કુલના પ્રાર્થના હોલમાં તા.૧૬/૦૮ /ર૦૧૮ ના રોજ બપોરના ૩ઃ૦૦ કલાકે શાળાની ધોરણ :- ૯ થી ૧ર ની ૩પ૦ થી વધુ વિદ્યાર્થીનીઓ ધ્વારા ભારત દેશની સરહદ ઉપરના જવાનોની અર્થે જાતે મનગમતી રાખડી બનાવવામાં આવી હતી.તેમજ જવાનોના ઉતમ આરોગ્ય, સ્વરક્ષણ તેમજ દેશની સેવા કરવાની શકિત માટેની ભગવાનને પ્રાર્થના કરતા કાલીઘેલી ભાષામાં,પોતાની આગવી શૈલીમાંપત્રો જુદા-જુદા પત્રો લખવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનીઓ ધ્વારા જાતે બનાવવામાં આવેલી ઘણીબધી રાખડીઓ આકર્ષકનું કેન્દ્ર બની હતી. આ કાર્યક્રમમાં શાળાની તમામ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી ભારે જહેમતથી અવનવી ડિઝાઈનથી રાખડી તેમજ રક્ષા પત્રો બનાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં મુસ્લીમ સમાજની વિદ્યાર્થીનીઓએ પણ ભાગ લીધેલ હતી અને સામાજીક સમરશતા પ્રતિક બની જવાનો માટે રાખડી બનાવી રક્ષા બંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.શાળાની વિદ્યાર્થીનીઓ ધ્વારા બનાવવામાં આવેલ રાખડી તેમજ રક્ષા પત્રો અમદાવાદ ખાતે એસ.આર.પી.જવાનોના કેમ્પસ ખાતે મોકલવામાં આવશે.આ કાર્યક્રમને સફળ બનાવવા કે.બી.એમ.ગર્લ્સ હાઈસ્કુલના તમામ સ્ટાફ ધ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Previous articleજીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં ગાંધીનગરમાં દલિત રેલી
Next articleસિહોરનું સુખનાથ મહાદેવ મંદિર