રાણપુરમાં નવનિર્મીત હેત વિદ્યાલય દ્વારા ૧૫ મી ઓગસ્ટની અનોખી રીતે ઉજવણી

1447

ભારત સરકાર દ્વારા હાલ માં સ્ત્રી સશક્તિકરણ ને લઈને અનેક ઉત્સવો ઉજવવામાં આવી રહ્યા અને દીવસે ને દીવસે મહીલાઓને ઉચ્ચ સ્થાન મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે ૭૨ માં સ્વાતંત્ર્ય દીન નિમિત્તે બોટાદ જીલ્લાના  રાણપુરમાં આવેલ હેત વિદ્યાલય દ્રારા ૧૫ મી ઓગસ્ટ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.શાળાની વિદ્યાર્થીનીઓના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો વહેલી સવારે પ્રભાત ફેરી માં શાળાના વિદ્યાર્થીઓએ દેશ ભક્તિના નારા લગાવતા રાણપુર ના માર્ગો ગુંજી ઉઠ્યા હતા આ સાથે દેશ ભક્તિથી તરબોળ કરતો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.આ અંગે હેત વિદ્યાલયના સંચાલક ચિરાગ ભટ્ટ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે અમારી આ હેત વિદ્યાલય ની વિદ્યાર્થીનીઓના હસ્તે ધ્વજ વંદન થતા અમે ખુબજ ગૌરવ અનુભવી રહ્યા છીએ અને આગામી દીવસો માં સ્ત્રી સશક્તિકરણને અમારી શાળા ખુબજ મહત્વ આપે છે આ અંગે હેત વિદ્યાલય માં વિદ્યાર્થીનીઓના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવતા રાણપુર ના લોકો દ્વારા હેત વિદ્યાલયની ભારે પ્રશંસા કરવામાં આવી હતી.

Previous articleજાફરાબાદ જા.કે.ઉ મંડળ દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ
Next articleરાણપુરમાં રસ્તાપરથી રાષ્ટ્રધ્વજ ઉઠાવ્યા