શહેરના કાળીયાબીડ ભગવતી સર્કલ પાસે આવેલ મહાસાગર એપાર્ટમેન્ટના પાર્કીગમાં જુગાર રમી રહેલાં ૧૧ જુગારીને એલ.સી.બી. ટીમે રેડ કરી રોકડ સહિતના મુદ્દામાસ સાથે ઝડપી લીધા હતા.
ભાવનગર એલ.સી.બી.નાં સ્ટાફનાં માણસો સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન કાળીયાબીડ,ભગવતી સર્કલ આવતાં પો.કો. શકિતસિંહ ગોહિલ ને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર, કાળીયાબીડ, ભગવતી સર્કલ પાસે,ભગવતી પાર્ક, મહાસાગર એપાર્ટમેન્ટનાં પાર્કીંગમાં જાહેરમાં અમુક માણસો તીનપતીનો હારજીતનો જુગાર રમે છે. તેવી હકિકત આધારે રેઇડ કરતાં જાહેરમાં ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમતાં ગંજીપતાનાં પાના, રોકડ રૂ.૨૪,૧૨૦/-તથા મોબાઇલ નંગ-૭ કિ.રૂ.૪૨,૦૦૦/- મળી કુલ રૂ.૬૬,૧૨૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવતાં તમામ મુદ્દામાલ કબ્જે કરી તેઓ તમામ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
ભાવીનભાઇ અશોકભાઇ ચાવડા મકાન નં.૪૫૯૪, અમરદીપ સોસાયટી, ગાયત્રીનગર પાસે, આશીફભાઇ રફીકભાઇ પરમાર રહે.મકાન નં.૨૨૧,મહેક ફલેટ, નવાપરા, મલયભાઇ રવિન્દ્રગીરી ગોસ્વામી રહે.મહેતા શેરી,પીરછલ્લા, બીરજુભાઇ જેન્તીભાઇ બારૈયા રહે. મકાન નં.૪, ભુવનેશ્વરી ટેનામેન્ટ,રૂપાણી સર્કલ, રાજુભાઇ ભગવાનભાઇ મેર રહે.ઇદગાહ મસ્જીદની પાછળ, નવાપરા, જીગ્નેશભાઇ રમેશભાઇ કામળીયા રહે.મકાન નં.૭૬૭૧, સત્યનારાયણ સોસાયટી, ગાયત્રીનગર, ઘોઘા રોડ દીલીપભાઇ બચુભાઇ મહેતા રહે.મહેતા શેરી,પીરછલ્લા, કેતનભાઇ હરેશભાઇ ગૌસ્વામી રહે.મહેતા શેરી,પીરછલ્લા, વિમલભાઇ નવિનચંદ્ર બદા રહે.મહેતા શેરી,પીરછલ્લા, અનિરૂધ્ધ ઉર્ફે ચુનો ચીમનભાઇ યાદવ રહે.બ્લોક નં.૨, મકાન નં.૭૪૩૫,સત્યનારાયણ સોસાયટી, ગાયત્રીનગર,પ્રકાશભાઇ કાંતીલાલ મકવાણા રહે. એ/૪,મહાસાગર કોમ્પલેક્ષ,ભગવતી સર્કલ,કાળીયાબીડ.