રામકથાએ રાષ્ટ્રકથા અને વિશ્વકથા બની પુરા સમાજ માટે સત્ય, પ્રેમ અને કરૂણાનો સંદેશ આપે તેવું મુલ્ય મોરારિબાપુ સ્થાપિત કરી રહ્યા છે. રાષ્ટ્ર માટે સદૈવ સતર્ક રહેનાર મોરારિબાપુએ સ્વાતંત્ર્ય પર્વે મહુવામાં કૈલાસ ગુરૂકુળમાં ધ્વજને સલામી આપી વંદના કરી છે. ૧પ ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વે સર્વ ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા છે. એ સાથે જ મરોરિબાપુ પ્રેરિત કૈલાસ ગુરૂકુળ મહુવામાં રહેતા વિદ્યાર્થીઓએ નિયત સમયે ઝંડો ફરકાવ્યો હતો. મોરરિબાપુ પણ ગુરૂકુળમાં આવતા તિરંગાને સલામી આપી હતી. ઉલ્લેખનીય છે કે મોરારિબાપુ તેમની દરેક રામકથામાં મંડપના અગ્રસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવે જ છે અને તે સાથે કાર્યકર્તાઓ રાષ્ટ્રગીત અવશ્ય ગાય છે. ગાંધી મુલ્યો અને રામકથાને કેન્દ્રમાં રાખનાર શ્રી મોરારિબાપુ પોથીજીઅ ને પુરક વેશમાં ખાદી જ ઉપયોગી કરે છે. કૈલાસ ગુરૂકુળમાં આદિ શંકરાચાર્ય સંવાદગ્રહ ખાતે ચાર દિવસીય તુલસી સાહિત્ય સંગોષ્ઠીનું આયોજન થયેલું છે તેમાં પણ આજે બીજા દિવસે પ્રારંભે સૌ સાવધાનની સ્થીતિમાં ઉભા થઈને રાષ્ટ્રગીતનું ગાયન કર્યુ હતું. બીજા નેતાઓ જો સમજયા કથાકારો અને કાર્યકરો કેટલા રાષ્ટ્રગાન અને સલામીમાં રહ્યા હશે ?