ગુજરાતમાં ૧૮ વર્ષ બાદ મોદી વગર લડાશે ચૂંટણી

1575
guj14102017-3.jpg

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે ચાલો જાણી લઈએ આ ચૂંટણીના કેટલાંક મહત્વપૂર્ણ પાસા. ગુજરાતમાં મોદીના સીએમ તરીકેના વડપણ હેઠળ ચૂંટણી યોજવામાં આવતી હતી, પણ પ્રથમવાર ૧૮ વર્ષ બાદ મોદી વગર ચૂંટણી લડવામાં આવશે. માત્ર મોદી માટે નહીં મોદી સરકાર માટે પણ આ પ્રતિષ્ઠાનો સવાલ છે.સાથોસાથ પીએમ મોદી અને અમિત શાહની જોડીના નાકનો સવાલ છે.
બીજી તરફ અણધાર્યા રાહુલે ગુજરાત ગજવી દેતા કોંગ્રેસ હાલમાં જોરમાં છે. ત્યારે એક એવો પ્રશ્ન પણ છે કે શું ભાજપ અને કોંગ્રેસ માટે આરપારની લડાઈમાં કોઈ ત્રીજો ફાવશે ? એ વાત વિરોધીઓએ પણ સ્વીકારવી પડે કે મુર્છિત અવસ્થામાં રહેલી કોંગ્રેસમાં હાલ પ્રાણ ફૂંકાયા છે. રાહુલે એકલે હાથે તેમાં પ્રાણ પૂર્યા તેમ પણ કહી શકાય.
હાલની પરિસ્થિતિની જો સમીક્ષા કરવામાં આવે તો કોગ્રેસમાંથી ભાજપ જોડાયેલા એમએલએની સ્થિતિ ન ઘર કા ન ઘાટ કા જેવી છે. ગુજરાતમાં પ્રથમ વાર ચૂંટણી વિકાસ અને વિકાસના એન્કાઉન્ટર પર ફોકસ થઈ છે.
ગુજરાતમાં પ્રથમ વાર ચૌ પાંખિયો જંગ ખેલાય રહ્યો છે. બાપુ પર સૌની નજર છે. બાપુની જનવિકલ્પ અને કેજરીવાલની આપ કોઈનું ગણિત બગાડી શકે છે કે કેમ તે એક મુદ્દો છે.
આમતો ભાજપ-કોગ્રેસ વચ્ચે મુખ્ય લડાઈ છે આમછતાં પાટીદાર, દલિતો કિંગ મેકરની ભૂમિકામાં છે. ગુજરાતના કુલ મતદારોમાં ૨૦ ટકા પાટીદારો વિજયનું  ગણિત બદલી શકે છે. દલિતોની ઉપેક્ષા પણ સરકારને ભારે પડી શકે છે. જો કે દલિત વાલ્મિકી સમાજને ખુશ કરવા સરકાર તમામ જોર લગાવી રહી છે. આમછતાં ગુજરાતના રાજકારણમાં આ પ્રથમ ઘટના છે કે ત્રણ વર્ષમાં ત્રણ મુખ્યમંત્રી જોવા મળ્યા.
બીજેપીનો ૧૫૦ નો ટારગેટ કેવી રીતે પુરો થશે તે એક પ્રશ્ન છે કારણકે ખુદ કાર્યકરો નિરુત્સાહ છે. બીજી તરફ ભાજપની તમામ નબળાઈ કોગ્રેસનો મોટો ફાયદો કરાવશે. ગુજરાતમાં કોગ્રેસ બે દશકાથી સત્તા બહાર છે ત્યારે હવે તેના માટે સોનેરી તક છે. ભાજપ વિકાસનુ બ્યુગલ વગાડી રહ્યું છે ત્યારે કોંગ્રેસ વિકાસના એન્કાઉન્ટરનું સાથોસાથ નોટબંધી અને જીએસટી જેવા મુદ્દા સાથે ઉઘોગપતિઓની સરકારનું બ્યુગલ વગાડે છે. ગુજરાતમાં ૧૮ વર્ષની ભાજપનુ રાજ છે પણ હવે શિક્ષિતો  સજાગ બન્યા છે.
દેશના વડાપ્રધાને ગુજરાતની એક વર્ષમાં ૧૨ વાર મુલાકાત લીધી હોય તેવી આ પહેલી ઘટના છે. રાહુલ ગાંધીએ છેલ્લા ૩ માસમાં ગુજરાતની ૩ મુલાકાત લેતાં ભાજપ ચિંતામાં આવી ગયું છે. રાહુલ ગાંધીના પ્રવાસમા જન મેદની વધી છે જયારે ગૌરવ યાત્રા ફિકી પડી ગઈ છે તે પણ દીવા જેવી હકીકત છે.૧૮ વર્ષથી સત્ત્‌।ા બહાર રહેલી કોંગ્રેસે પ્રથમ વાર એકજુટતા બતાવી છે. ભાજપનો જે રીતે વિરોધ કરતો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જોકે આ ઉપસતા ચિત્રો વચ્ચે પણ ગુજરાતનો મતદાર કોના પર કળશ ઢોળશે તે તો સમય આવે જ ખબર પડશે.

Previous article અર્બન વાઈ-ફાઈ પ્રોજેક્ટ અમલી : લોકોને રાહત થશે
Next articleરાજુલા મા.મ. વિભાગના ઈન્ચાર્જ અધિકારીએ દલિત કર્મચારીને ઢોર મારતા પોલીસ ફરિયાદ