રાજુલા મા.મ. વિભાગના ઈન્ચાર્જ અધિકારીએ દલિત કર્મચારીને ઢોર મારતા પોલીસ ફરિયાદ

821
guj15102017-1+.jpg

રાજુલા માર્ગ અને મકાન વિભાગનો કહેવાતા ઈન્ચાર્જ અધિકારી લાઠીયા દબંગગીરી તેની જ કચેરીના દલિત કર્મચારીને એટલો મુંઢ માર માર્યો કે રાજુલાથી મહુવા અને મહુવાથી અમદાવાદ ખસેડાયા હતા. દલિતો, આગેવાન જાગદિયાનો કાફલો પોલીસ સ્ટેશને તાત્કાલિક કહેવાતા ઈન્ચાર્જ દબંગગીરી કરતા લાઠીયાને સસ્પેન્સ કરવા ડીવાયએસપી રાજેશ પરમારે રજૂઆત કરી એટ્રોસીટી દાખલ કરાઈ.
રાજુલા માર્ગ અને મકાન વિભાગના કહેવાતા ઈન્ચાર્જ એસ.ઓ. હોવા છતા તેના ઉપલા અધિકારીઓની મીઠી નજર તેમજ રાજકિય વગના કારણે ઘણા વર્ષોથી દબંગગીરી કરતો હોવા છતાં ચીપકી રહેલને આજે તેની ચાલી આવતી ગુન્હાહિત માર મારવા તેના જ કર્મચારીઓને માનસિક ત્રાસ આપવાની ચાલુ રહેતી પ્રવૃત્તિથી આજે જ નવું પોત પ્રકાશ્યું તેના નીચલા કર્મચારીને ઢોર માર માર્યા જે દલિત કર્મચારીનો કોઈ વાંક ન હોવા છતા હું કહું તે તું કેમ કરતો નથી અને કામનો બોજ દલિત કર્મચારી ઉપર ખોટી રીતે ઠોકી બેસાડતા મામલો બીચકાયો અને તેના નીચલા કર્મચારી દલિત મનહરલાલ કરશનભાઈ ચૌહાણ દલિત ઉ.વ.પ૭ને ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર હસમુખભાઈ મગનલાલ લાઠીયાએ જારથી પાટુ મારી પછાડી આડેધડ મુંઢમાર મારતા તેને પ્રથમ રાજુલા હોÂસ્પટલે ત્યારબાદ મહુવા હનુમંત હોÂસ્પટલે રીફર પણ ત્યાં તેની તબિયત જણાતા તેને એટેક પણ આવતા મારને કારણે અમદાવાદ દાખલ કરવા રવાના કરાયા. હવે આ બાબતે રાજુલા પોલીસ મથકના પીઆઈ એમ.બી. ઝાલાએ પ્રથમ એફઆઈઆર દાખલમાં એટ્રોસીટી અનુસુચિત જનજાતિ કલમો ૩ર૩, પ૦૪ સેક્શન ૩ (ર) પર૩ (૧) આર.એસ.ની કલમો લગાડતા જ ડીવાયએસપી રાજેશ પરમાર તાબડતોબ દોડી આવ્યા અને તે જ સમયે દલીત નેતા વી.એમ. જાગદીયા તેના ૧૦૦ જેટલા દલીતો સાથે પોલીસ મથકે પહોંચી ડીવાયએસપી રાજેશ પરમાર તેમજ પી.આઈ. એમ.બી. ઝાલાને ગરીબ દલિત કર્મચારીને ન્યાય માટે તાત્કાલિક કહેવાતા અધિકારી લાઠીયાને સસ્પેન્સ કરવા રજૂઆત કરેલ જે તે આ દબંગગીરીનો ભોગ અગાઉ તેના કર્મચારીઓને મારવા તેના કર્મચારીઓના હાથે માર ખાવા તેમજ જીંજુડાના ખુમાણને માનસિક ત્રાસ આપી ટ્રાન્સફર તેની વગના કારણે કરી દીધેલ તેમજ એસીબીના છટકામાં રંગેહાથ આવી ગયેલનો કેસ પણ ચાલે તો તે દલીતને આવો ઢોર માર મારવાનું કારણ શું ? આ બાબતે ડીવાયએસપીએ દલિત ઉપર જે અત્યાચાર થયો છે તેની ધોરણસર કાર્યવાહી થશે અને તપાસ પણ પી.આઈ. એન.બી. ઝાલા કરી રહ્યાં છે.

Previous article ગુજરાતમાં ૧૮ વર્ષ બાદ મોદી વગર લડાશે ચૂંટણી
Next articleવાવેરા-વીજપડી રોડનું ખાતમુર્હુત