આજરોજ સવારના સુમારે ફેદરા ગામ ભરવાડ સમાજના બે જુથો વચ્ચે ધિંગાણું ખેલાયુ જેમાં બે મોટી ઉંમરના લોકોને ગંભીર ઈજાઓ તો અન્ય ત્રણને ઈજાઓ થવા પામેલ.
ફેદરા ગામે ભરવાડ સમાજમાંના બે જુથ વચ્ચે અથડામણ થવા અંગે પેદરા ૧૦૮ને જાણ થતાં પાયલોટ અશરફભાઈ તથા ઈએમટી નરેન્દ્રભાઈ ઘટનાસ્થળે દોડી જઈ ઈજાગ્રસ્તોને સારવાર સહ આર.એમ.એલ. હોસ્પિટલે ખસેડયા હતા તો ઘટનાની ગંભીરતાએ ધંધુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ પરિસ્થિતી વધુ ન વણસે તે અંગેની કાર્યવાહી હાથ ધરી હતી ધંધુકા પોલીસે સુત્રોનાી જણાવ્યા પ્રમાણે કુકાભાઈ ગોકળભાઈ મીર, ખીમજીભાઈ કોગળભાઈ મીર અને ગોકલભાઈ બાથાભાઈ મીર સહિતના ત્રણેય રહે ફેદરાના ઓ સવદાભાઈ (મરણજનાર)ના પુત્રની પત્નીને મોબાઈલ ફોનથી વાત કરવા બાબતે આડા સંબંધો બાબતે શંકા સેવી અગાઉ બોલાચાલી થયેલ જેનું મનદુઃખ રાખી આજે ઉપરોક્ત ત્રણેય લોકો હાથમાં કુંડળીવાળી લાકડીઓ લઈ બિભત્સ ગાળોબોલતા ઘસી આવી ડાબે હાથે કુંડળીવાળી લાકડીના બે ઘા ઝીકી સવદાભાઈ ભરવાડને ગંભીર ઈજાઓ કરેલ તેમજ જીણાભાઈને પર માથાના બાગે અને હાથે ફેકચર કરી ગંભીર ઈજાઓ પહોચાડેલ બંનેને ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાતા રસ્તામાંજ સવદાભાઈ ભરવાડના પ્રાણ પંખેરૂ ઉડી જવા પામ્યા હતા આ અંગે ભાણાભાઈએ ઉપરોક્ત ત્રણ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તો વળી સામે પક્ષે ચેતનભાઈ સવદાભાઈ બોળીયા, ભાણાભાઈ માલાભાઈ બોળિયા, તથા જીણાભાઈ મોતીભાઈ બોળીયા તથા સવદાભાઈ મોતીભાઈ બોળીયા તમામ રહે ફેદરાનાઓએ અગાઉ ખીમાભાઈએ અરજણની પત્ની સાથે વાતચી કરવા બાબતે શંકાઓને લઈ ઝગડો આજે ઉગ્ર બન્યો હતો અને ઉપરોક્ત ઈસમો ગાળાગાળી કરી લાકડીઓ લઈ ખીમાને ઢોર માર માર્યો હતો આમ ચારેય શખ્સો દ્વારા અમને માર મારવામાં આવ્યો હતો જે બાબતે ગોકુળ ફરિયાદમાં મોબાઈલ ફોન પરથી વાત અન્ય પરિણિતા સાથે જ થઈ તેવી શંકા કુસંકાઓ રાખી ધિંગાણુ ખેલાયુ ને જેમાં વૃધ્ધ સવદાભાઈએ જીવ ગુમાવ્યો મરનારનું પી.એમ. ધંધુકા રેફરલમાં કરવામાં આવેલ જે અંગે ધંધુકા પોલીસમાં નોંધાયેલ સામસામેની ફરીયાદોના આધારે વધુ તપાસ ધંધુકા પોલીસ ચલાવી રહી છે.