અર્જુન જીમ દ્વારા ધ્વજવંદન, તિરંગા બાઈક રેલી યોજાઈ

1041

૧૫ ઓગસ્ટ નિમિત્તે અર્જુન જીમ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ તિરંગા બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું, આ રેલી દરમિયાન ભાવનગર શહેરના વિવિધ ચોક, સર્કલ, વિવિધ પ્રતિમાઓને ફુલહાર પણ કરવામાં આવ્યા હતા. સાથે શ્રસાથે ડીજે ના સુરમાં દેશભકિત ગીતો પણ રેલી દરમિયાન વગાડવામાં આવ્યા હતા,આ તિરંગા રેલી દરમિયાન સમગ્ર ભાવનગરનુ વાતાવરણ દેશભકિતમય બન્યુ હતુ. આ રેલી ઘોઘા જકાતનાકા થી ભરતનગર, સરદારનગર, ગુલીસ્તા, વાઘાવાડી રોડ, સંતકંવરામ ચોક, ભીડભજંન, જશોનાથ સર્કલ થઇને માજી સૈનિકોના કાર્યક્રમમાં પહોંચી હતી ત્યા દેશની સુરક્ષા કરી ચુકેલા તમામ માજી સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. શહીદ સ્મારકે પણ રેલી પહોંચી હતી. આ તિરંગા યાત્રામાં શહેરીજનોને સ્વતંત્રતા દિવસના પર્વ પર ઝનુન સાથે ભારત માતાકી જય, વંદેમાતરમ્‌ના નારા પણ બોલાવામાં આવ્યા હતા.

આ રેલીના આયોજનમાં અર્જુન જીમવાળા અમિતભાઇ થાવરાણી, યુવા કોંગ્રેસ મહામંત્રી ગુજરાત પ્રદેશ મનોહરસિંહ ગોહિલ(લાલભા), શહેરના ઉપપ્રમુખ કમલેશભાઈ ચંદાણી, પૂર્વ વિધાનસભા પ્રમુખ જયદેવસિંહ ગોહિલ, સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ ઋષિભાઈ સરવૈયા, સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ પશ્ચિમ વિધાનસભા પ્રમુખ હરદીપસિંહ ગોહિલ, નીતિનભાઇ ધાપા, અસ્લમ શેખ, સિકંદર મઘરા, અબ્બાસ મરચન્ટ, અશરફભાઈ, ઘનશ્યામભાઈ તથા વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા તેમજ જીમ ના ટ્રેનરૉ તથા દરેક મેમ્બરૉ મૉટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Previous articleડીએસપી ઓફિસ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ
Next articleકોંગ્રેસના માયનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી