શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલ સર તખ્તસિંહજી પ્રાથમિક શાળા નં.પ૮ ખાતે કોર્પોરેટર ગીતાબેન જી. બારૈયા, સ્કુલના શિક્ષકો અને બાળકો દ્વારા ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં ગીતાબેન બારૈયાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.