ભાવનગર મહાપાલિકા દ્વારા હાઈકોર્ટના આદેશ બાદ દબાણ હટાવ કામગીરી શરૂ કરાયેલ અને ઉપરાષ્ટ્રપતિ તથા મુખ્યમંત્રી સહિતના આગમનના પગલે કામગીરી મુલત્વી રખાઈ હતી. જે આજથી ફરી શરૂ કરવામાં આવી હતી. આજે શહેરના ઘોઘાગેટ ચોક, ઘોઘાસર્કલ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણો હટાવી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા.