ભારતીય રીઝર્વ બેંક અને કેન્દ્ર સરકારની નીતિ-રીતિ સામે બેંક કર્મચારી યુનિયન દ્વારા પ્રતિક ધરણા યોજી નીતિનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
સમગ્ર રાજ્ય સાથોસાથ ભાવનગર ખાતે ગુજરાત બેંક વર્કર યુનિયન દ્વારા આજે એક દિવસીય પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા. કર્મચારીઓના જણાવ્યા અનુસાર રીઝર્વ બેંક દ્વારા દેશની ૧૧ જાહેર ક્ષેત્રની બેંકો પર પ્રોમ્ટ કરેક્ટીવ એક્શન પીસીઓના નામે નિયમ લાગુ કર્યો છે. ખાસ કરીને દેના બેંક સાથે ભેદભાવભરી નીતિઓ અખત્યાર કરવામાં આવી રહી છે.
ધિરાણ પ્રતિબંધના કારણે ગ્રામ્ય પ્રજાને ખેત ધિરાણ નહીં મળે શહેરીજનોને મકાન લોન ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે. આ સહિત અનેક કાળા કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે. પરિણામે બેંકોનું અસ્તિત્વ જોખમાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જે અન્વયે બેંક ખાતેદારો વાસ્તવિક પરિસ્થિતિથી અવગત થાય તે માટે પ્રતિક ધરણા યોજી આ વિરોધ સાથે ધરણા યોજવામાં આવ્યા છે.