તળાજા તાલુકાના ખદરપર ગ્રામજનો દ્વારા મીઠી વિરડી ગ્રામજનો સાથે સર્જાઈ રહેલ વારંવાર જમીન હદ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
તળાજા તાલુકાના ખદરપર અને મીઠીવિરડી ગામ વચ્ચે ગૌચરણની જમીન સર્વે નં.૩૩૦ પૈકી ૧ અને ર નંબરની આવેલી છે. આમરણાંત પર ખદરપર અને મીઠીવિરડી બન્ને ગામના લોકો દાવો કરી રહ્યાં છે.
જે સંદર્ભે ખદરપર ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી એવા પ્રકારે રજૂઆત કરી છે. વર્ષો જુના વિવાદ મામલે બન્ને ગામની હદરેખા સર્વે બાદ નિયત કરવા ખદરપર ગામે સરકાર દ્વારા નવા સ્મશાન અને રસ્તાનું નિર્માણ કરાવે. મીઠી વિરડી ગામના લોકો કાયદાઓ તથા પોલીસ પાવરનો દુરઉપયોગ અટકાવે, આ મુદ્દે ખદરપરના લોકોને ખોટા પોલીસ કેસમાં સંડોવી દેવામાં આવ્યા છે તે તમામ સામેના કેસો પરત ખેંચવામાં આવે આ સહિત અનેક માંગ કરવામાં આવી છે.