હેપ્પી યુથ કલબ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

928

ગાંધીનગરમાં ભારતના ૭૨માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભારે ઉલ્લાસપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વે શહેરના યુવાનોએ દેશભક્તિ સાથે આઝાદીના ઉત્સવને પોતાની આગવી રીતે ઉજવ્યો હતો. પાટનગરમાં છેલ્લા અઢી ઉપરાંત વર્ષોથી સામાજિક અને પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત યુવા સ્વૈચ્છીક સંસ્થા “હેપ્પી યુથ કલબ” દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી વૃક્ષારોપણ થકી કરીને પર્યાવરણના જતન પ્રત્યે જન-જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત “હેપ્પી યુથ કલબ” દ્વારા શહેરના ઘ-રોડ સ્થિત સેક્ટર-૧૨ ખાતેના શ્રી બલરામ મંદિર પરિસરમાં ૧૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણમાં ગુલમહોર, સોનમહોર, પિંકેશિયા, કપોક, કાશીદ, ટુમોબિયા, રેઈન ટ્રી જેવા મોટા વિકસી શકે તેવા વૃક્ષના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો અને યુવા સ્વયંસેવકો ઉપરાંત સામાજિક અગ્રણી પ્રદીપસિંહ વાઘેલા, એડ્‌વોકેટ અશ્વિનભાઈ ત્રિવેદી, ફૂડ એન્ડ ડ્રગ કન્ઝયુમર વેલ્ફેર સમિતિના જિલ્લા વાઇસ પ્રેસિડેંટ દિપક વ્યાસ, ગુજરાતી ટીવી-ફિલ્મ અભિનેત્રી વિવેકા પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણ કર્યા બાદ બલરામ ભવનના હોલમાં સંસ્થાનો હેપ્પી ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ યોજાયો હતો અને સમાપને તમામ સભ્યોએ સમૂહ ભોજનનો આનંદ લીધો હતો.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleવેરો ન ભરતા ૨ હજાર નળ જોડાણ કપાવાની સંભાવના