મંદિરોમાં દર્શન કરવાને લઇ રાહુલ પર યોગીના પ્રહારો

691
guj15102017-4.jpg

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આક્રમક પ્રચારનો દોર આજે બીજા દિવસે પણ જારી રાખ્યો હતો અને કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીને ટાર્ગેટ બનાવ્યા હતા. મંદિરોમાં દર્શન કરવાના રાહુલના મામલે પણ યોગીએ પ્રહારો કર્યા હતા. બે દિવસીય યાત્રાના બીજા દિવસે યોગી કચ્છ જિલ્લાના ભુજ ખાતે પહોંચ્યા હતા. તેઓએ ગૌરવ યાત્રાની શરૂઆત ભુજમાં સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીને શરૂ કરી હતી. મંદિર પ્રાંગણમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, વિકાસના મુદ્દા પર ગુજરાતની ભાજપ સરકાર સામે આંગણી ઉઠાવવાનો  તેમને કોઇ અધિકાર નથી. તેમને આશ્ચર્ય થાય છે કે ૫૫ વર્ષ સુધી દેશમાં શાસન કરનાર અને વિકાસથી દેશથી વંચિત રાખનાર લોકો આજે વિકાસની વાત કરી રહ્યા છે. જા આજે દેશમાં ગરીબી, આતંકવાદ, નક્સલવાદ જેવી સમસ્યા છે તો આના માટે કોંગ્રેસ જવાબદાર છે. ગુજરાતના વિકાસને લઇને તો કોઇપણ લોકો પ્રશ્નો ઉઠાવી શકે તેમ નથી. અમેઠીમાં હાલમાં જ ચીફ મેડિકલ ઓફિસરની ઇમારત અને જિલ્લા કલેક્ટરની ઓફિસ બની રહી છે. કચ્છના  નખત્રાણામાં મિડિયા સાથે યોગીએ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રોજેક્ટોના નામે કોંગ્રેસે જમીન લીધી હતી પરંતુ મોડેથી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આપી દીધી હતી. રામ અને ભગવાન કૃષ્ણનું અÂસ્તત્વ ન હતું તેમ દર્શાવનાર સેતુસમુદ્રમ પ્રોજેક્ટ અંગે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કોંગ્રેસ દ્વારા દાખલ કરાઈ હતી. ભગવાન કૃષ્ણનું જા અÂસ્તત્વ નથી તો દ્વારકાધીશના મંદિરમાં રાહુલ શું કરી રહ્યા હતા તેવો પ્રશ્ન રાહુલને પુછી શકાય છે. યોગીએ કહ્યું હતું કે, તેઓ વિકાસના સમર્થક નહીં પરંતુ વિનાશના સમર્થક છે. એક રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં જ્યારે સુરક્ષા દળોએ ઇશરત જહાં જેવી ત્રાસવાદીને ઠાર મારી દીધી હતી ત્યારે રાહુલ ગાંધી તેમના સમર્થનમાં આવ્યા હતા. પોતાના મત વિસ્તારની પણ રાહુલ સતત અવગણના કરતા રહ્યા છે. જ્યારે કોઇ વ્યÂક્ત પોતાના મતવિસ્તારમાં કલેક્ટરોરેટની ઓફિસ પણ બનાવી શકે નહીં ત્યારે ગુજરાતના વિકાસની આશા કઈ રીતે કરી શકાય છે. મનમોહનસિંહ ઉપર પણ યોગીએ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, નહેરુ ગાંધી પરિવાર તરફથી આદેશ થયા બાદ જ મનમોહનસિંહ જાહેરમાં નિવેદન કરતા હતા. ગુજરાતમાં આગામી ચૂંટણી નજીક છે ત્યારે યોગી આદિત્યનાથે પણ મોરચા સંભાળી લીધા છે અને આજે બીજા દિવસે પ્રહારો જારી રાખ્યા હતા. યોગીએ ગુજરાતના વિકાસની કામગીરીની પ્રશંસા કરી હતી. બીજી બાજુ એક વાતચીત દરમિયાન યોગીએ કહ્યું છે કે, ભાજપ ગુજરાતમાં સરળતાથી ૧૫૦થી વધુ સીટો જીતી શકે છે. મોદી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે કામગીરી કરવામાં આવી છે તે જાતા ૧૫૦થી વધુ બેઠકો મેળવી શકે છે. ગુજરાત માટે મોદીની રુપરેખા આજે અન્યો રાજ્યમાં પણ અમલી બની રહી છે. લોકોનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે. છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં પ્રતિવ્યÂક્ત આવક ૧૦ ગણી થઈ ગઇ છે. ૧૪૦૦૦થી વધીને ૧૪૧૦૦૦ સુધી પહોંચી છે. ગુજરાતના વિકાસનો દર દેશમાં સૌથી ઉંચો છે. 

Previous articleશુભકાર્યોની સફળતા માટે કંકુ સિદ્ધ કરવાની વિધી
Next articleકોંગી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનો વિડિયો વાયરલ, રૂપાણીને પકડી-પકડીને મારશું!