ભુરખીયા ધામ  ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

785

દામનગર પાસેના ભુરખીયા હનુમાનજી મંદિરે તા. ૧પ-૮ને બુધવારે યોજાઈ ગયેલ નેત્રનિદાન કેમ્પમાં ૧૪૪ દર્દીઓની આંખ તપાસવામાં આવેલ જે  પૈકી ૪૪ દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે અમરેલી લઈ જવામાં આવેલ. ભુરખીયા હનુમાન મંદિર ટ્રસ્ટ અને લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી)ના સંયુકત ઉપક્રમે યોજાઈ ગયેલ આ કેમપમાં સુદર્શન નેત્રાલય અમરેલીની ટીમ સેવા આપેલા.

Previous articleદામનગરની શાળાને સ્વચ્છતા એવોર્ડ મળ્યો
Next articleદામનગરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી